ભરૂચ ગુજરાત સમાચાર ના વરિષ્ઠ પત્રકાર બકુલ પટેલ ની ચીર વિદાય.

0
554

પત્રકાર તરીકે ની કડક છાપ ધરાવતા ભરૂચ ગુજરાત સમાચાર માં છેલ્લા ત્રણ દાયકાથી અવિરત,નિષ્પક્ષ સેવા આપનાર, ભૂતપૂર્વ નગરપાલિકા સભ્ય તરીકે પ્રજાપ્રિય છાપ ધરાવનાર બકુલભાઈ જીવાભાઈ પટેલ નું ગત રોજ ટૂંકી માંદગી બાદ નિધન થતા ભરૂચ શહેર માં પ્રજાના પ્રશ્નોને વાચા આપનારે ફાનીદુનિયા ને અલવિદા કહયા ના સમાચાર વાયુવેગે ફેલાતા શહેરભરમાં પોતીકો ગુમાવ્યા નો શોક ફેલાયો હતો ત્યારે સાંજે તેમના નિવાસસ્થાન પ્રીતમ સોસાયટી માં સ્વ.બકુલભાઈ ની સ્મશાન યાત્રા માં પત્રકારો,સામાજિક કાર્યકર્તાઓ,નેતાઓ સહિત તમામ કોમ ના ગુજરાત સમાચાર ના પ્રબુદ્ધ વાચકો એ ભારે હૈયે તેઓ ના અંતિમ દર્શન કરી ભરૂચ ના દાંડિયાબજાર નજીક આવેલા નર્મદા નદીના પાવન દશાસ્વમેઘ સ્મશાન ગૃહે સદગત ના પાર્થિવ દેહ ને પંચ મહાભૂત માં વિલીન કર્યો હતો.

સ્વ.બકુલ પટેલ ને ભરૂચવાસીઓ,ભરૂચના પત્રકારો,સ્નેહી મિત્રો,ગુજરાત સમાચાર ના વાચકો સદાય યાદ કરશે.

જંગ એ ગુજરાત અખબાર તેમજ www.jungegujarat.in  ની સ્વ.બકુલકાકા ને અશ્રુભીની હૃદયાજલી  ધનંજય ઝવેરી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY