સુરેન્દ્રનગર લખતર માં પ્રયાગ ની નાટય મંડળી દ્વારા રામલીલા રમાઈ

0
17

લખતર બુટમા મંદિર ચોક માં ઉત્તરપ્રદેશ ના પ્રયાગ થી નાટય મંડળી આવી છે આ નાટય મંડળી દ્વારા એક અઠવાડિયા સુધી રામાયણ ઉપર થી રામલીલા રમાશે ત્યારે નાટય મંડળી દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ માં આપણા દેશના બાળકો યુવાનો અને સ્ત્રીઓ અને વૃધ્ધ સહિત ના લોકો મોબાઈલ ના જમાના માં ધીરેધીરે આપણી સંસ્કૃતિ થી વિમુખ થઈ રહ્યા છે ત્યારે તેઓ દ્વારા ગામડે ગામડે જઈ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને આવનાર આપણી પેઢી આપણા ઇતિહાસ થી વાફેક રહે અને પહેલા લોકો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતા તેવા સંસ્કાર ફરી પાછા આવે તેવા પ્રયત્ન કરીશુ તેમ જણાવ્યું હતું ત્યારે હાલમાં રિટેક ના ડબિંગ ના જમાના માં લોકો સામે સ્ટેજ પરથી સીધાંજ ડાયલોક બોલવાના હોય ત્યારે લાગે કે ગુજરાત માં નહિ પણ દેશ ભરમાં નાટય મંડળી દ્વારા ભવાયા સ્વરૂપે પોતાની પુરાણી સંસ્કૃતિ ઉજાગર કરવાનો પ્રયત્ન કરાય છે ત્યારે ઘણીવાર સહકુટુંબ ટીવી સિરિયલ કે પિક્ચર જોતું હોય ત્યારે ક્ષઓભ ભરી સ્થિત માં મુકાય જાય છે અને એકબીજાના મોબાઈલ લોક કરીને રાખવા પડે છે ત્યારે ખરેખર લોકોએ આપણી ભારતીય સંસ્કૃતિ અપનાવી આવા માધ્યમ દ્વારા લોકોને સારા સંસ્કાર આપતા લોકોને પ્રોત્સાહન આપી આપણી સંસ્કૃતિ જાળવી રાખવાના ભગીરથ પ્રયાસ કરવા જોઈએ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY