જંગ એ ગુજરાત નો પડઘો,અહેેવાલ બાદ ગરીબ પરિવારને બી પી એલ કાર્ડ મળ્યું

0
29

રાજપીપલા ના આદિવાસી ગરીબ પરિવાર ને બી પી એલ કાર્ડ માટે ત્રણ મહિના ધક્કે ચઢવાયા બાદ આખરે કાર્ડ અપાયું 

રાજપીપળા: નર્મદા જિલ્લા માં પુુરવઠા હસ્તક માં અગાઉ હજારો બી પી એલ કાર્ડ બોગસ બન્યા હોવાની વારંવાર ફરિયાદો ઉઠી હતી છતાં આ ભ્રષ્ટ તંત્ર ના પેટનું પાણી હાલ્યું ન હતું ત્યારે જરૂરિયાતમંદ ગરીબવ્યયક્તિતિઓને બી પી એલ કાર્ડ માટે હંમેશા ધક્કે ચડાવાય છે અને કાયદા બતાવી બહાના કાઢી મહિનાઓ સુધી એમને કાર્ડ મળતા નથી આવોજ એક કિસ્સો સામે આવતા આ ગરીબ પરિવાર ને થતા અન્યાય બાબતે જંગ એ ગુજરાત એ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યાના બે દિવસમાજ આ પરિવારને બી પી એલ કાર્ડ અપાતા પરિવાર ને મોટી રાહત થઈ હતી

રાજપીપળાના ટેકરા ફળિયા માં રહેતા અને મજૂરી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા વિક્રમ નાગજીભાઈ વસાવા નો એક આઠ વર્ષ નો પુત્ર સો ટાકા વિકલાંગ છે જેનું ડોક્ટરી પ્રમાણપત્ર પણ પિતા પાસે છે ત્યારે સરકારી અનાજ કે સરકારી સહાય મળે એવી આશા એ વિક્રમ વસાવા એ બી પી એલ કાર્ડ માટે બે વખત અરજી કરી જરૂરી દસ્તાવેજો મુક્યા છતાં પુરવઠા વિભાગ છેલ્લા ત્રણેક મહિના થી ધક્કે ચઢાવી રહ્યું હતું પરંતુ અમુક લાલચુ કે ગરીબો ના કામો માટે ફુરસદ ન કાઢતા અધિકારીઓ ની શાન ઠેકાણે લાવવા અમે એક અહેવાલ પ્રસિદ્ધ કરતાજ અન્ન અને નાગરિક પુરવઠા આયોગના ડિરેક્ટર ર્ડો.દર્શનાબેન દેશમુખે આ અહેવાલ વાંચતાજ દરમિયાનગીરી કરી અંગત રસ દાખવી રજા પર ગયેલા મામલતદાર સાથે વાત કરી પુરવઠા ના અધિકાઆ ને સૂચના અપાવતાજ તુરતજ આ ગરીબ પરિવાર ને બી પી એલ કાર્ડ આપવામાં આવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY