ઉનાળુ વેકેશન બાદ વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં પ્રથમ શૈક્ષણીક સત્રનો પ્રારંભ

0
19

વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ પ્રથમ શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. ઉનાળાના વેકેશનમાં સુમસામ લાગતા શૈક્ષણીક સંકુલો વિદ્યાર્થીઓના કલરવથી ફરી ગુંજી ઉઠ્યા છે. ઉનાળાના વેકેશન પછી સરકારી તથા ખાનગી શાળાઓ રાબેતા મુજબ ખુલી ગઇ છે અને પુસ્તકો તથા સ્ટેશનરી ખરીદવા માટે બજારમાં પણ લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે. ત્યારે સોમવારથી વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં પ્રથમ શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. વિરમગામ સહિત  રાજ્યભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાનગી કે ગ્રાન્ટેડ તેમજ સરકારીમાં ઉનાળુ વેકેશન પડયું હતું. તારીખ ૧૧ જુનને સોમવારથી શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વાર્ષિક પરીક્ષાઓ પુર્ણ થયા પછી વિદ્યાર્થીઓએ ઉનાળુ વેકેશનની મજા માણી હતી અને મિત્રોની સાથે રમતો રમીને કે પરીવારની સાથે બહાર હરવા ફરવા જઇને વેકેશનનો અનેરો આનંદ લુટ્યો હતો. શૈક્ષણીક સત્રના પ્રથમ દિવસે વિરમગામ શહેરની જાણીતી ત્રિપદા સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને વિવિધ બાલગીતો, રમતો રમાડવામાં આવી હતી. શાળામાં પ્રથમ દિવસ હોવાથી કેટલાક વાલીઓએ પોતાના ભુલકાઓને તિકલ કરીને દહી સાંકર ચખાડીને શાળામાં મોકલ્યા હતા. નર્સરી, જુનિયર કેજી, સિનીયર કેજીના કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે રડી પડ્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ હસતા મુખે શાળામાં પ્રવેશ કર્યો હતો.

વિરમગામ શહેરની ત્રિપદા સ્કુલના પહેલા ધોરણના વિદ્યાર્થી ભાર્ગવ વાસુકિયાએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યુ હતુ કે, નિશાળના પેલા દિવસે તો મજા પડી ગઇ. બધા ભઇબંધો મળી ગયા. બાલગીત ગાવાની મજા આવી અને રમત રમવાનું પણ ગમ્યુ. માતા પિતાને પગે લાગીને નિશાળે આવ્યો છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY