૧૪ માસની બાળકી પર દુષ્કર્મ માલે બુદ્ધિજીવીઓ ચૂપ કેમ? : અલ્પેશ ઠાકોર

0
184

સાબરકાંઠા,તા.૩
સાબરકાંઠાના ઢૂંઢર માં ૧૪ મહિનાની બાળકી સાથે થયેલ દુષ્કર્મના પગલે જ્યારે રાજ્યભરમાં આક્રોશનો માહોલ ત્યારે અપરાધીને ફાંસીની સજાની માંગ વધી રહી છે. ઢુંઢર રેપ કાંડ મામલામાં ઢેર ઢેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યાં છે. આજે સિદ્ધપુરમાં ઠાકોર અને રાજપૂત સમાજે રેલી યોજી હતી. આ રેલીમાં બાળકીને ન્યાય અપાવવાની ઉગ્ર માંગ સાથે આરોપીને ફાંસીની સજા માટે જાડાયા હતાં. રેલીમાં સિદ્ધપુર તાલુકાના અનેક ગામના લોકો જાડાયા હતાં. બાળકી પર થયેલ દુષ્કર્મ મામલે ન્યાય મેળવવા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
આ અંગે અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યુ હતું કે,” અમારી માંગણી છે કે આ કેસમાં તાત્કાલિક ફાસ્ટેક કોર્ટ ચાલુ કરવામાં આવે. ગુજરાતમા આવતાં પરપ્રાંતીઓની નોંધણી કરવામાં આવે. આ સાથે જ પીડિતાના પરિવારને વધુ સહાય આપવામાં આવે. ઠાકોર સેના આ મામલે જે ન્યાય માંગે છે તેમની સામે કેસ કરવામાં આવ્યા છે તે કેસ રોકવામાં આવે. આ સાથે તેમણે સવાલો ઉઠાવતા કહ્યુ હતું કે આ મામલામાં કોઇ બુદ્ધિજીવી કેમ બોલતા નથી. કોઈ ગરીબ પરિવારની દીકરી છે એટલે? તેમણે એ પણ કહ્યુ કે સરકાર પોતાની જવાબદારી માંથી નહીં છૂટી શકે. સરકાર કટિબદ્ધતા દર્શાવે. ૧૮૨ ધારાસભ્યો અને તમામ સાંસદ સભ્યોને હું વિનંતી કરૂ છું કે આ દિકરીના ન્યાય માટે બોલે. ૮ તારીખે ગાંધી આશ્રમથી રાજ્યની આવી તમામ દીકરીઓ માટે સદભાવના ઉપવાસ કરવા જઈ રહ્યો છું. સમગ્ર ગુજરાતને તેમા આમંત્રણ આપુ છું.
આ ઉપરાંત તેમણે રાધનપુરમાં પાણીની સમસ્યા વિકટ બની છે તે અંગે જણાવતા કહ્યુ કે, હું રાધનપુરનો ધારાસભ્ય છું તે વિસ્તારને પાણી નથી મળી રહ્યુ. જા સરકાર રાધનપુરને અછતગ્રસ્ત જાહેર નહીં કરે તો અમે પાણી અધિકાર યાત્રા કાઢીને ગાંધીનગર સુધી જઇશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY