બ્રહ્માકુમારીઝ દ્વારા છેલાં કેટલાંક વર્ષોથી આધ્યાત્મિક સેવાઓ સાથે આરોગ્ય સેવાઓને પણ નવો આયામ આપવામાં આવ્યો છે. રાજયોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ સુદ્રઢ બનાવવાની નવી પહેલ વિધાલય દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ બ્રહ્માકુમારીઝ ‘પ્રભુશરણમ’ ભવન ખાતે એક વિશાળ મેડિકલ કેમ્પ યોજાઈ ગયો. આ કેમ્પની વિશેષતા એ રહી કે, બી.કે.પૂર્ણિમાબેનના નેતૃત્વમાં આધ્યાત્મિક મુલ્યોના પાયા પર એલોપથી, આયુર્વેદ, નેચરોપથી તથા હોમિયોપથીના સુભગ સુમેળ સાથે દર્દીઓને વિવિધ રોગોની સારવારથી લાભાંવિત કરવામાં આવ્યા હતાં .
આ મેડિકલ કેમ્પમાં દિવસ દરમ્યાન ખેડા જિલ્લાના તજજ્ઞ તબીબોએ તેમની નિ:શુલ્ક સેવાઓ આપી હતી. આ જાણીતા તબીબોમા સર્વ દક્ષેશ શાહ, જતીન શાહ, હેમેન્દ્ર દોશી, જય દોશી, હર્ષદ નાયક, વિશાલ પારેખ, યોગેશ પંજાબી, રીટા દેવ જ્યોત્સનાબેન શાહ, ધરતીબેન ઠક્કરે તેમની બહુમુલ્ય સેવાઓ આપી વિધાયલની આ પ્રવૃત્તિને આવકાર આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેમ્પમાં વિવિધ રોગોના કોલ ૨૫૦ થી પણ વધુ દર્દીઓ લાભાંવિત થયા હતાં. વિશેષમાં જરૂરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક દવાઓનું વિતરણ પણ કરાયું હતું. કેમ્પમાં બ્લડ ટેસ્ટ અને બી.એમ.ડી.ટેસ્ટ પણ કરાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.પ્રફુલ્લભાઈ શાહે કર્યુ હતું.
ભરત શાહ
9824619451
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





