ભરૂચ જિલ્લાના ગામડામાં મોટી સંખ્યામાં આવેલ ગૌચર જમીન ઉપર બિનઅધિકૃત કબજાઓ છે તેમ જ બિનઅધિકૃત ખેડાણ કરતાં હોય તેવા લોકોની સામે તાત્કાલિક ધોરણે દૂર કરવા માલધારી સમાજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું.
ભરૂચ જિલ્લા માલધારી સમાજ અને ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્રારા આજ રોજ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગાયના બચ્ચાને સાથે રાખીને ભરૂચ જિલ્લા સમાહર્તા રાવીકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી છે કે માલધારી સમાજના લોકો પશુઓ પાલન કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોઈએ છીએ. જોકે ભરૂચ જિલ્લાના જુદા જુદા ગામડાઓમાં મોટી સંખ્યામાં સરકારી ગૌચર જમીનો આવેલી છે તેમાં ઘણાં અસામાજિક તત્વો દ્રારા ગૌચર જમીનનું ખેડાણ કરી રહ્યા છે જેથી પશુપાલન કરી રહેલા માલધારી સમાજના પશુઓને ચરણ મળતું નથી જેથી માલધારી સમાજના લોકોને રોજી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
તેમજ ગામડાઓના માથા ભારે ખેડૂતો ગૌચર જમીન ખેડાણ કરી તેના ઉપર મોટા પાયા ઉપર ખેતી કરી રહ્યા છે જ્યારે પંચાયત કચેરીમાં આ અંગે રજૂઆતો કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે તમારા થી થાય તે કરી લો જેવી ધમકીઓ આપી ચૂપ કરવી દે છે.જો આવા લોકો ગૌચર જમીન ઉપર ખેતી કરતા રહેશે તો માલધારી સમાજના લોકોનું જીવન અને બાળકોના ભવિષ્ય ઉપર ખૂબ મોટો ખતરો ઉભો થાય તેમ હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં વાગરા તાલુકાના ગંધાર માં ગૌચર જમીન પર ખેતી ખેડાણ નું કામ ચાલી રહ્યું છે જેથી વહેલી તકે એક વિશેષ ટીમ બનાવી ગૌચર જમીન માં બિન અધિકૃત રીતે ખેતી કરતા લકો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. અને જો આ અંગે જો વહીવટી તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો માલધારી સમાજ અને ભરવાડ સમાજના લોકો પોતાના પશુઓ અને પરિવાર સાથે કલેકટર કચેરીએ ધરણાં તથા હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવા માં આવી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





