અસમમાં ૫.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

0
10

ભૂકંપનું કેન્દ્ર નગાંવ જિલ્લાના ધીંગથી લગભગ ૨૨ કિલોમીટર દૂર જણાવ્યુ
ગૌહાટી,તા.૧૧
સોમવારે અસમમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. હવામાન વિભાગે આને મધ્યમ સ્તરનો આંચકો જણાવ્યો છે.
હવામાન વિભાગે રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા ૫.૧ જણાવી છે. ભૂકંપનું કેન્દ્ર નગાંવ જિલ્લાના ધીંગથી લગભગ ૨૨ કિલોમીટર દૂર જણાવ્યુ છે.
સોમવારે સવારે લગભગ ૧૦ઃ ૨૩ મિનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા, જે બાદ લોકોમાં નાસભાગ મચી ગઈ. લોકો ઘરમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા.
જોકે અધિકારીઓ અનુસાર અત્યાર સુધી આ આંચકાનું કારણે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. અસમમાં અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાન્યુઆરીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ૫.૨ માપવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY