હરિયાણામાં મહિલા આઈએએસ અધિકારીએ સીનીયર અધિકારી પર જાતીય શોષણનો આરોપ મૂક્યો

0
10

‘નવોઢા‘ની જેમ બધું શીખવવું પડશે’
ચંડીગઢ,તા.૧૧
મહિલા દાક્ષિણ્યની માત્ર વાતો જ હોય છે. પ્રતિદિન સામાન્ય સ્ત્રીઓ સાથે થતા ઉત્પીડનના સંખ્યાબંધ મામલમોથી આપણે સહુ પરિચિત છીએ. હવે આ શ્રેણીમાં સશક્ત પદ ઉપર બેઠેલી સ્ત્રીઓ પણ બાકાત નથી ! આ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે.
હરિયાણા સરકારમાં કાર્યરત ૨૮ વર્ષની એક મહિલા આઈએએસ અધિકારીએ તેના સિનિયર અધિકારી ઉપર જાતીય શોષણનો આક્ષેપ લગાવ્યો છે. આ અંગેની જાણકારી તેણે રવિવારે ‘ફેસબૂક’ ઉપર પોસ્ટ કરીને આપી હતી. આ યુવા મહિલા અધિકારીનો આરોપ છે કે, “તને શું એક નવોઢાની માફક બધું જ સમજાવવું પડશે ? ત્યારબાદ તેણે મને એ રીતે જ સમજાવવાનું શરુ કર્યું. મને તેમનો વ્યવહાર અનૈતિક લાગ્યો”. આ મહિલા અધિકારીની ફેસબૂક પોસ્ટનું માનીએ તો તે અત્યાર સુધીમાં રાષ્ટપતિ કાર્યાલય અને ભારત સરકાર સમક્ષ આ મામલે ૫૩ વખત મેલ કરીને ફરિયાદ કરી ચુકી છે,પરંતુ હજુ સુધી આ મુદ્દે કોઈ જ પગલાં લેવાયા નથી.
બીજી તરફ આ મહિલા અધિકારીના તમામ આરોપોને તેના સિનિયર અધિકારીએ જુઠ્ઠા ગણાવી ફગાવી દીધા હતા. આ મહિલા આઈએએસ અધિકારીએ એક ફેસબુક પોસ્ટ ઉપર આ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી હતી. આ અધિકારીએ લખ્યું હતું કે, તેના સિનિયર અધિકારીએ તેને ૨૨મે ના રોજ તેમના કાર્યાલયે બોલાવી હતી અને ધમકી આપી હતી. આ મહિલા અફસરે જણાવ્યું હતું કે, “તેમણે મને સવાલ કર્યો હતો કે તું ફાઈલો ઉપર શા માટે લખી રહી છે કે વિભાગે આ ખોટું કર્યું છે ?” આ મહિલા અધિકારીના મતે, “સિનિયર અધિકારીએ તેને કથિત રૂપે ધમકાવી હતી અને તે જો અધિકારીક રીતે ફાઈલો ઉપર આ પ્રકારની ટિપ્પણી કરવાનું બંધ નહિ કરે તો તેનો વાર્ષિક ખાનગી અહેવાલ (એનુઅલ કોન્ફીડેન્શીયલ રિપોર્ટ) બગાડી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY