ભારતને રક્તરંજીત કરવા જૈશ-હિઝબુલ,તોયબાએ હાથ મિલાવ્યા

0
9

આતંકી જૈશ-એ-મોહમ્મદના આતંકી આશિક બાબાએ નાપાક ઈરાદાઓનો ખુલાસો કર્યો
ન્યુ દિલ્હી,તા.૧૧
પાકિસ્તાનની ધરતી પરથી ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને અંજામ આપતા જૈશ-એ-મહમ્મદના આતંકી આશિક બાબાએ સંગઠનના નાપાક ઈરાદાઓનો ખુલાસો કર્યો છે. શ્રીનગરમાં આતંકી ગતિવિધોની જવાબદારી સ્વીકારનાર આશિક બાબાએ દાવો કર્યો છે કે, ૨૦૧૭માં પુલવામા પોલીસ લાઈન પર થયેલા આતંકી હુમલો જૈશના કશ્મીર કમાન્ડર મુફ્કી વકાસના નેતૃત્વમાં થયો હતો.
આ આતંકી હુમલામાં ૮ જવાન શહીદ થયા હતા. આશિક બાબાની પૂછપરછમાં એ વાતના સંકેત મળ્યા છે કે જૈશ-લશ્કર અને હિઝબુલ જેવા આતંકી સંગઠન એક સાથે મળીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. નગરોડા સેના કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં આશિક બાબાની કથિત ભૂમિકાને લઈને તેની પૂછપરછ ચાલી રહી છે. જેમાં જૈશના આતંકી પ્લાનની પણ જાણકારી મળી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આશિક બાબા તેમના માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પાકિસ્તાનમાં જૈશના આતંકી કેમ્પોમાં રહી ચૂક્યો છે. સાથે જ જૈશના ચીફ મસૂદ અઝહરના નજીકના ટોપ આતંકીઓને મળી ચૂક્યો છે. તપાસ એજન્સીને આશા છે કે આશિક બાબા જેહાદી નેતાઓની એક્ટીવીટી અંગે જાણકારી આપે.
આતંકી આશિક બાબાએ દાવો કર્યો છે કે જૈશ-એ-મહમ્મદ ખૈબરના પખ્તૂનખ્વા પ્રાંતના મનશેરામાં આતંકી કેમ્પ ચલાવે છે. આ જગ્યાએ લશ્કર-એ-તૈયબા અને હઝબુલ મુજાહિદીદનના આતંકી કેમ્પો પણ છે. આ આતંકી સંગઠનોને પાકિસ્તાની આર્મી અને ૈંજીંની નજર હેઠળ ચાલતા હોવાની પણ આશંકા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીમા પારથી આતંકીઓને કશ્મીરમાં ઘુસાડવા, લોજિસ્ટિક મદદ ઉપલબ્ધ કરાવવા અને ટાર્ગેટની ઓળખ કરાવવા માટે તેમને આશિક બાબાને ગલ્ફ દેશો તરફથી ફંડ મળતું હતું.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY