૨૦૧૭માં હિંસાથી દેશના અર્થતંત્રને રૂ.૮૦ લાખ કરોડની ખોટ

0
14

ઓસ્ટ્રેલિયાની એક સંસ્થાનો ચોંકાવનારો રિપોર્ટ,સૌથી સારી સ્થિતિમાં સ્વિ,ઈન્ડોનેશિયા
ન્યુ દિલ્હી,તા.૧૧
૨૦૧૭માં દેશભરમાં થયેલી હિંસાને લીધે અર્થતંત્રને ૧.૮૦ લાખ કરોડની ખોટ સહન કરવી પડી છે અને આ ખાડો બુરતા સરકારને આંખે અંધારા આવી જશે. આ ૧.૮૦ લાખ કરોડના નુકસાનને પ્રતિ વ્યક્તિ લેખે ગણીએ તો માથાદીઠ ૧.૪૦ હજારની ખોટ ગઈ છે અને એટલો બોજા સરકારની તિજારી પર પડયો છે.
બિનસરકારી સંગઠન ઈન્સ્ટિટયુટ ફોર ઈકોનોમિકસ એન્ડ પીસ દ્વારા વિશ્વના ૧૬૩ દેશોનો અભ્યાસ કરીને સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક રહી છે.
આ અભ્યાસ બાદ રિપોર્ટ તૈયાર થઈ છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે, વિશ્વના અનેક દેશોને હિંસક ઘટનાઓને લીધે આર્થિક ખોટ સહન કરવી પડી છે.
ઘરોમાં હિંસા મિત્રતામાં સંઘર્ષ, નોકરી-ધંધા અને બિઝનેસની લડાઈ, નીતિ, વર્ગવાદ સંઘર્ષ આ બધા સંઘર્ષોમાં હિંસા થાય છે અને તેની અસર અર્થતંત્ર પર પડે છે. દક્ષિણ એશિયા ક્ષેત્રમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને સૌથી ખરાબ દેશ તરીકે ગણવામાં આવ્યા છે. આ બન્ને દેશોની સ્થિતિ વધુને વધુ કથળી ગઈ છે.
૨૦૧૭માં ભારતમાં થયેલી હિંસાને લીધે દેશના અર્થતંત્રને ૧.૮૦ લાખ કરોડની ખોટ ગઈ છે અને તેની કળ વળતા હજુ ઘણો સમય લાગશે. સરકારની નિષ્ફળતા કહો કે આંતરિક સલામતિ વ્યવસ્થા નબળી કહો જે હોય તે પરંતુ ભારત હિંસક દેશ બની રહ્યો છે તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY