ન્યુ દિલ્હી,તા.૧૧
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર ભારતને ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે દેશમાં અત્યારે અંદાજે ૫.૬૦ કરોડ લોકો શોકગ્રસ્ત છે જ્યારે ૩.૮૦ લાખ લોકો ચિંતા અને તેની સાથે જોડાયેલી બીમારીઓમાં ફસાઈ ગયા છે. જો કે જે વસ્તુ આ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે તે સમાજમાં આ રોગો પ્રત્યે નકારાત્મક અને અપરિપક્વ વિચાર છે.
હાર્ટ કેયર ફાઉન્ડેશનના પ્રમુખ ડો.કે.કે.અગ્રવાલે કહ્યુ કે નિરાશાજનક વિકલાંગતા અને મૃત્યુદરના મામલામાં શોક એક મોટી જન સ્વાસ્થ્ય સમસ્યા છે. તમામ નિરાશ દર્દીઓ સાથે વિશેષ રીતે આત્મઘાતી વિચારો અંગે પૂછપરછ કરવી જાઈએ. આત્મઘાતી વિચાર એક મેડિકલ કટોકટી છે. તેને રિસ્ક ફેક્ટર્સમાં મનોવૈજ્ઞાનિક વિકાર, શારીરિક રોગ, આત્મઘાતી પ્રયાસોનો પૂર્વ ઈતિહાસ અથવા આત્મહત્યાહત્યાને લઈને પારિવારિક ઈતિહાસ સામેલ છે.
તેમણે કહ્યુ કે ઉંમર વધવાની સાથે સાથે આત્મહત્યાનું જોખમ પણ વધતું જાય છે. જો કે નાના બાળકો અને કિશોરોમાં મોટી ઉંમરના લોકોના મુકાબલે આત્મહત્યાની પ્રવૃત્તિ વધુ જોવા મળી રહી છે. પુરુષોની તુલનામાં મહિલાઓના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર વધુ આવે છે પરંતુ પુરુષ તેમાં ત્રણ ગણા વધુ સફળ રહે છે. ખુદને નુકસાન પહોંચાડવાનો દર એવા લોકોમાં વધુ જોવા મળે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






