કાશ્મીરમાં સૈન્ય પર પત્થરમારો કરનારાને ગોળીએ મારી દોઃ ભાજપનાં સાંસદ

0
12

શ્રીનગર,
ભાજપનાં રાજ્ય સભાના સાંસદ ડી.પી. વત્સે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય પર પત્થરમારો કરનારા લોકોને ગોળીએ મારી દેવા જાઇએ. ભારતીય સેના પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોક્સી વોર (અપ્રક્ષ યુદ્ધ) લડી રહ્યું છે અને રોજેરોજ આપણા ભારતીય જવાનો પર હુમલા થઇ રહ્યા છે ત્યારે પત્થરબાજાને ગોળીએ મારી દેવા જાઇએ.
જમ્મુ-કાશ્મીરની સરકારે એવો નિર્ણય કર્યો છે કે, પત્થરમારો કરનારા લોકો સામેના કેસ પાછા ખેંચવામાં આવશે. આ નિર્ણય બાબતે ડી.પી. વત્સે તેમનો અભિપ્રાય આપતા કહ્યું કે, “હું એવા મતનો છું કે કાશ્મીરમાં પત્થરમારો કરનારા લોકોને ગોળીએ મારી દેવા જાઇએ.”
ભારતીય સૈન્યમાં ફરજ બજાવી ચૂક્યા છે. વત્સે વધુમાં જણાવ્યુ કે, પાકિસ્તાને ભૂતકાળના પરાજયમાંથી બોધપાઠ લીધો નથી અને એટલા માટે પાકિસ્તાન ભારત સામે પ્રોક્સી વોર રમી રહ્યું છે. હું એક આર્મી ઓફિસર છુ. આર્મી રોજે રોજ સરહદ પર લડે છે. ભારતીય સૈન્યના જવાનો મારા પ્રત્યે બીજી શું અપેક્ષા રાખે ? મેં જે કંઇ કહ્યું છે તે બાબતને હું વળગી રહું છુ.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, રોજરોજ કાશ્મીરમાં શહીદ થતાં જવાનોના શરીર તેમના વતનમાં જાય છે. સૈનિકો તેમની ઉપલા અધિકારીઓથી શું અપેક્ષા રાખે ? અમે તેમના નૈતિક જુસ્સાને નબળો પડવા ન દઇએ. તેમના પર પત્થરથી હુમલાઓ ન થવા જાઇએ.
૬૯ વર્ષનાં વત્સની તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે નિમણૂંક થઇ હતી. તેઓ હિસ્સારના વતની છે. આ પહેલા તેમણે હરિયાણા જાહેર સેવા આયોગના સભ્ય તરીકે પણ સેવાઓ આપી ચૂક્્યા છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY