નર્મમદા એલ સી બી એ રાજપીપળા અને આમલેથા પોલીસની હદમાંથી જુગાર ઝડપી સાત ની અટક કરી 

0
32

કુલ રૂપિયા 30,550/- ના મુદ્દામાલ સાથે આંકડા અને જુગાર રમતા સાત વ્યક્તિઓને પકડ્યાયા જેમાં એક મહિલાનો પણ સમાવેશ

રાજપીપળા: નર્મદા જિલ્લા માં હાલ આંકડા,જુગાર અને દારૂ પર પોલીસ કડક કાર્યવાહી કરે છે ત્યારે સોમવારે નાંદોદના રાજપીપળા ના ટેકરા ફળીયા ખાતે રહેતા મધુબેન અરવિંદ વસાવા ને એમના ઘર ની પાછળ ના વાળા માં આંકડા લખતા આંકડા ના સાહિત્ય સાથે રોકડા રૂપિયા 1130/- સાથે ઝડપી લીધા હતા જયારે ત્યાંજ આંકડા નું વલણ લેતા અલ્કેશ પરસોત્તમ વસાવા ( રહે,ખાડા ફળિયા )ને પણ ઝડપી બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી

જયારે આમલેથા પોલીસ સ્ટેશન ની હદ માં આવેલા નવા રજુવાડીયા ગામે પણ એલ સી બી એ આંકડા જુગાર પર રેડ કરી રાજેશ હરમન તડવી,પરેશ નિતેશ વસાવા,બુધીયા હાનકા વસાવા,દિનેશ છીતલા વસાવા અને નરોત્તમ દેવા વસાવા ( તમામ રહે,નવા રજુવાડીયા) ને અંગ જડતીના 2130/- રૂપિયા દાવ પર ના 290/- રૂપિયા મોબાઈલ એક રૂપિયા 2000/- એક બાઈક ની કિંમત રૂપિયા 25000/- મળી કુલ 29,420/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આમ નર્મદા એલ સી બી ની ટીમે રાજપીપળા અને આમલેથા વિસ્તાર માં આંકડા,જુગાર ના વેપલા પર રેડો કરી કુલ રૂપિયા 30,5550/- સાથે સાત આરોપીયો પૈકી એક મહિલા ને ઝડપી કાયદેસર કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો.

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY