સુરત, રાજકોટ અને ભાવનગરમાં નવા મેયર ચૂંટાયા

0
10

અમદાવાદ,
અમદાવાદ, સુરત અને ભાવનગરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને સુરતમાં મેયર તરીકે પાટીદાર ચહેરાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભાવનગરમાં રાજપૂત ચહેરાની પસંદગી કરવામાં આવી છે. મેયરની સાથે સાથે ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડીગ કમિટિના ચેરમેનના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગરઃ મનહર મોરી
ભાવનગરમાં મેયર તરીકે મનહર મોરીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયાની વરણી કરવામાં આવી છે તો સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. અગાઉ એવી ચર્ચા હતી કે મેયર તરીકે નીમુબેન ફરી હેટ્રીક મારશે. રાજ્યના પ્રધાન વિભાવરીબેન જાહેરમાં નીમુબેન હેટ્રિક મારે એવું કહી ચુક્યા હતા.
સુરતઃ ડો. જગદીશ પટેલ
સુરતના મેયર તરીકે ડો. જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નીરવ શાહની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે આ વખતે સૌરાષ્ટÙ લોબી અને સુરતની લોબી વચ્ચે સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન પદ અને મેયર પદને લઈને ભારે રસાકરી થઈ હતી. અંતે મેયર પદ સૌરાષ્ટ્ર લોબીના ફાળે અને સ્ટેન્ડીગ ચેરમેનનું પદ સુરતી લોબીના ફાળે ગયું હતું.
રાજકોટઃ અનેક નામ ચર્ચામાં, આજે જાહેરાત કરાશે
રાજકોટમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન પદના નામોની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે. મેયર પદ મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. હાલ મેયર પદ માટે અનેક નામ ચર્ચામાં છે, પંરતુ જ્ઞાતિના સમિકરણો અને ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેયરના નામની જાહેરાત કરવામાં આવશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY