હવે વોટ્‌સએપમાં ફકત પાંચ ચેટિંગમાં જ મેસેજ ફોરવર્ડ થઈ શકશે

0
14

ન્યુ દિલ્હી,તા.૨૦
વોટ્‌સએપના અમેરિકન હેડકવાર્ટર્સ અને ભારત ખાતેના સિનિયર એક્ઝિકયુટિવ્સે ચૂંટણીપંચ તેમજ ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. વોટ્‌સએપ્ના જણાવ્યા અનુસાર મુલાકાતનો હેતુ આગામી ચૂંટણીઓમાં મેસેજિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવાનો છે. વોટ્‌સએપના સંચાલકોને સરકારને એવી ખાતરી આપી છે કે ભારતમાં માસ મેસેજ ફોરવર્ડીંગ પર કંટ્રોલ કરવામાં આવશે અને ફકત પાંચ ચેટિંગમાં જ મેસેજ ફોરવર્ડ થઈ શકશે. વિશ્ર્વમાં સૌથી વધુ વોટ્‌સએપ પર મેસેજ, વીડિયો અને ફોટા ભારતમાં જ શેર થાય છે.
વોટ્‌સએપે ચૂંટણીપંચને જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે થનારી ચૂંટણીમાં ખાસ કરીને ૪૮ કલાક પહેલા તે ફેસબૂકની જેમ ‘વાંધાજનક ક્ધટેન્ટ’ ફિલ્ટર કરી ચેતવણી આપશે. ઉલ્લેખનીય છે કે, વોટ્‌સએપ પર ફેસબૂકનું નિયંત્રણ છે. ભારતમાં મતદાનના ૪૮ કલાક પહેલાં ચૂંટણીપ્રચાર બંધ થાય છે. વોટ્‌સએપ તાજેતરમાં મેકિસકોની ચુંટણીમાં ફેક ન્યૂઝ વેરિફિકેશન મોડલનો ઉપયોગ કર્યો હતો. જેના ઉપયોગ તે ભારતની ચૂંટણી માટે કરવાની યોજના ધરાવે છે.
વોટ્‌સએપના એક્ઝિકયુટિવે બેઠકની વાતને સમર્થન આપ્યું હતું. તેમણ કહ્યુ હતું કે, બેઠકમાં રિસર્ચ ટીમ, પબ્લિક પોલિસી સાથે સંકળાયેલા એક્ઝિકયુટિવ્સ, ગ્રાહકો તેમજ બિઝનેશસ ડેવલપમેન્ટ સાથે જાડાયેલા અધિકારી હાજર રહ્યા હતાં. ચૂંટણી પંચના અધિકરીઓને જણાવ્યું હતું કે, ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોય ત્યારે વોટ્‌સએપ મોટા પાયે વિજિલન્સ જાળવવા સંમતિ દશર્વિી છે. કંપ્ની દરેક તબકકાનું મતદાન શ થાય એ પહેલાનાં ૪૮ કલાકમાં પ્રયાસોને વેગ આપશે. વોટ્‌સએપ્ની ટીમ હાલ ભારતની મુલાકાતે છે. તે મોટી બેન્કો સાથે પણ મુલાકાત કરશે. કંપ્ની ડિજિટલ પેમેન્ટ્‌સ સોલ્યૂશનમાં આ બેન્કો સાથે ભાગીદારીની યોજના ધરાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY