વાશિંગ્ટન,
મંગળ પર ભીષણ ભયાનક રેતીના તોફાનથી નાસાનું ઓપચ્યુનિટી રાવર ઠપ થઇ ગયુ છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ કહ્યુ કે જેને કારણે સૌર ઉર્જાથી ચાલતુ આ માનવરહિત યાન બંધ થઇ ગયું છે અને તેની પૂરી સિસ્ટમ આૅફલાઈન થઇ ગઇ છે. જેને કારણે તેના અસ્તિતવને લઇને ચિંતા વધી ગઇ છે.
નાસાએ જણાવ્યું કે, અચાનક રેતીનું તોફાન ચાલુ થવાથી લાલ ગ્રહ પર સૂરજના કિરણોનો રસ્તો અવરોધાઇ ગયો છે અને અંદાજે ૧.૪ કરોડ ચોરસ માઈલ (૩.૫ કરોડ વર્ગ કિલોમીટર)માં વિસ્તારાયેલા વિસ્તારમાં ધૂળ ફેલાઈ ગઇ છે. નાસાની જેટ પ્રપલ્શન લેબોલેટરીમાં ઓપચ્યુનિટીના પ્રોજેક્ટ મેનેજર જાન કાલાસે જણાવ્યું કે આૅપચ્યુનિટીને મંગળ ગ્રહ પર પરસીવરેન્સ નામની જગ્યા પર જાવામાં આવી છે. આૅપચ્યુનિટી શટડાઉન સ્થિતિમાં જતુ રહ્યુ છે. અમે આંધી ખત્મ થવાની રાહ જાઈએ છે.
તેમણે કહ્યું ‘અમને બધાને આ બાબતની ચિંતા છે, પરંતુ આશા છે કે આંધી ખત્મ થઇ જશે અને રોવરને ફરીથી અમે સંપર્ક કરવામાં સક્ષમ સાબિત થઇશું.’ સૌથી પહેલા ૩૦મેના રોજ આંધીની ખબર પડી હતી અને હાલના આ દિવસમાં આ ભીષણ થઇ ગઇ છે. ૧૦ જૂનના રોજ રોબાટિક યાન સાથે છેલ્લી વખત સંપર્ક થયો. મંગળ પર જીવનની જાણકારી મેળવવા માટે આૅપર્ચ્યુનિટી અને સ્પિરીટ નામના બે રોબોટીક યાનને વર્ષ ૨૦૦૩માં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. એક વર્ષ બાદ આ મંગળની ધરતી પર પહોંચ્યા હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





