ખડકપુર,તા.૨૫
દેશની ખ્યાતનામ સંસ્થા ઇન્ડિયન ઇન્સટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT)ખડકપુરમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષનાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, જી. અમીની રેડ્ડી નામના વિદ્યાર્થીની લાશ તેના હોસ્ટેલ રૂમમાં છતનાં પંખે લટકટી મળી હતી. જી. અમીની રેડ્ડીના પિતા ખેડૂત છે અને આંધ્રપ્રદેશમાં છે. રેડ્ડી અન્ય એક વિદ્યાર્થી સાથે રહેતો હતો.
બુધવારે રેડ્ડીનો રૂપ પાર્ટનર કોલેજ ગયો પણ આખો દિવસ તેણે રેડ્ડીને કોલેજમાં જાયો જ નહીં. જ્યારે તે હોસ્ટેલના રૂમમાં પાછો આવ્યો ત્યારે તેનો રૂપ અંદરથી બંધ હતો. તેણે ઘણી બુમો પાડી પણ કોઇએ સાંભળી નહીં. આ પછી તેણે સિક્્યોરિટીના માણસોને જાણ કરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસે રૂમનો દરવાજા ખોલ્યો અને જાયુ તો રેડ્ડીની લાશ પંખે લટકતી હતી.
પોલીસે તેની લાશને ઉતારી અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. આ રિપોર્ટની રાહ જાવાઇ રહી છે. એમ.ટેકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શા માટે આત્મહત્યા કરી તે વિશે તપાસ હાથ ધરી છે. રેડ્ડી ઈલેક્ટ્રીકલ એન્જિન્યરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
દેશમાં વિદ્યાર્થાઓની વધતી આત્મહત્યા ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. દેશની મહત્વની ગણાતી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જીવનનો અંત આણી દે છે અને તેઓ શા માટે આ અંતિમ પગલુ ભરે છે તે ક્યારેય જાણી શકાતું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



