મનસુખવસાવા ની વાતને સમર્થન આપતા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા
રાજપીપળા : નાંદોદ તાલુકાના વાવડી ગામે શાળા પ્રવેશોત્સવ માં હાજર ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાના ભાષણમાં જાહેરમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાનું શિક્ષણ કથળી રહ્યું છે જેની પાછળ 70 ટકા શિક્ષકો દારૂ અને જુગારના રવાડે ચેડેલા છે, આ નિવેદન થી શિક્ષકોમાં ભૂકંપ આવ્યો અને શિક્ષકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે બીજે દિવસે નર્મદાના ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પ્રવેશોત્સવ માટે આવ્યા હતા જેમને પત્રકારોએ મનસુખ વસાવાના નિવેદન વિશે પુછતા તેમણે કહ્યું કે મનસુખભાઇ ખોટા છે અને જો પુરાવા મળશે તો અમે તપાસ કરાવીશું, ત્યારે જોવું રહ્યું કે કોણ સાચું ? હવે મનસુખ વસાવા સ્થાનિક છે અને જેમનો સ્વભાવ સાચા બોલાનો છે તો તેમણે જોયું હશે તોજ બોલ્યા હશે એ પણ વ્યાજબી છે જયારે ગાધીનગર રહી વહીવટ કરનારા મંત્રી જિલ્લામાં શું થાય છે તે શુ જાણે પણ શિક્ષણ વિભાગ ને લાગતા આવા પ્રશ્નો માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ બ્રેથ એનેલાઇઝર થી તપાસ કરાવશે અને ફ્લા્લાઈંગ વિિઝીટ કરી જે શિક્ષક શાળામાં વ્યસન કરી આવતો હશે તેને સસ્પેન્ડ કરશે ની કામગીરી આગામી સમયમાં કરાશે।
જોકે આ બાબતે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહ રાઉલજીએ પણ સાંસદ મનસુખ વસાવા સાહેબની વાત તદ્દન પાયા વિહોણી છે, અને આ તેમના સ્ટેટમેન્ટ થી પ્રાથમિક શિક્ષકો ની લાગણી દુભાઈ છે,અને શિક્ષકો આજે જંગલ વિસ્તારમો પુરા ખંત અને મહેનત થી ફરજ બજાવે છે તેવી વાત કરી હતી.
બોક્ષ : મનસુખ વસાવા સાચા છે.. પી.ડી વસાવા
ભાજપ ના અગ્રણી અને પાંચ ટર્મ થી જીતતા સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા માં રહે છે અને ગામે ગામ ફરે છે જેમણે જોયું છે ત્યારેજ કેતાં હોય તેઓ ગંભીર છે એમ સ્ટેટમેન્ટ ના આપે તેમના વાતને હું સર્મથન આપું છું જેમાં સંપૂર્ણ શિક્ષક વર્ગ નથી પણ કેટલાક શિક્ષકો છે જે દારૂ જુગાર પાન પડીકી વ્યસનોના આદિ છે, નિયમિત સ્કૂલે જતા નથી બાળકો ને ભણાવતા નથી તો આવા શિક્ષકો ની સંખ્યા વધી છે એટલે મનસુખ ભાઈ સાચા છે શિક્ષણવિભાગ ધ્યાન આપે ભાજપ સરકાર ઉત્સવો બંધ કરી શાળાના જર્જરિત ઓરડા બનાવે, રમત ગમત ના સાધનો લાવે, શિક્ષકો ની ઘટ પુરે જેવી બાબતે ખાસ ટકોર કરી હતી. >>> પી.ડી.વસાવા (ધારાસભ્ય નાંદોદ )
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





