પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી દારૂબંધી અંગે ના કડક અમલ સારૂ ખાસ ઝુંબેશ રાખવા મા આવેલ ડ્રાઈવ જે અનુસંધાને ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર સુનિલ તરડે તથા એલ.સી.બી સ્ટાફ ના પોલીસ માણસો તા.૨૫/૦૬/૨૦૧૮ ના રોજ પેટ્રોલીંગ મા હતા દરમ્યાન ASI બાલુ કાળાભાઇ નાઓને અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે એક ટ્રક નંબર-RJ-06-GA-4163 પ્લાયવુડ બોર્ડ નુ કવરીંગ કરી તેમા પરપ્રાંતિય અને પ્રતિબંધિત ઇંગ્લીશ દારૂ નો જથ્થો ભરી અંક્લેશ્વર તરફ થી વડોદરા તરફ ને.હા.નં-૮ ઉપર થી જનાર છે જે મળેલ બાતમી આધારે એલ.સી.બી ના પોલીસ માણસો ને.હા.નં-૮ ઉપર વગુસણા ગામ નજીક આવેલ ગુરૂદ્રારા સામે આવેલ ભારત પેટ્રોલિયમ પેટ્ર્રોલપંપ પાસે વોચ મા હાજર રહેલ તે દરમ્યાન બાતમી હકીકત મુજબ ની ટ્ર્ક મળી આવતા ટ્રક ને અટકાવી ટ્રક ચાલક રવિન્દર સુરજપાલ યાદવ રહે- કેલાના તા-ગન્નૌર જી-સોનીપત હરીયાણા તથા રાજેશ રાજકુમાર જાટ રહે- મહેમુદપુર માજરા તા-ગન્નૌર જી-સોનીપત હરિયાણા નાઓને સાથે રાખી ટ્રક મા તપાસ કરતા ટ્રક મા તાડપત્રી ઢાંકી પ્લાયવુડ ના બોર્ડ ભરેલ હોવાનુ જણાયેલ જેથી ટ્રકમા ઝીણવટભરી રીતે તપાસ કરતા કેબિનની પાછળ ના ભાગે એક નાનો દરવાજો બનાવેલ હોય જે ખોલી અંદર તપાસ કરતા પરપ્રાંતિય અને પ્રતિબંધિત ઇંગ્લીશ દારૂ તથા બિયર ભરેલ મળી આવેલ જેથી મળી આવેલ દારૂની ગણતરી કરતા ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બનાવટ ના બોક્ષ નંગ-૪૫૩ જેમા કુલ બોટલો નંગ-૫૪૩૬ જેની કી.રૂ.૨૭,૧૮,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેથી દારૂ તથા ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૩૭,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી નબીપુર પો.સ્ટે મા ગુનો રજી.કરાવવા મા આવેલ છે.

આ દારૂ સાથે પકડાયેલ આરોપીઓ ની પુછપરછ દરમ્યાન દારૂનો જથ્થો ગુડગાંવ હરીયાણા થી ભઈ લાવેલ હોવાનુ તેમજ વડોદરા ની આસ-પાસ મા ખાલી કરવાનો હોવાની હકીકત જણાયેલ છે.જે અંગે વધુ તપાસ નબીપુર પોલીસ સ્ટેશન દ્રારા ચાલવામાં આવશે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





