નર્મદા પુુરવઠા નિગમના રાજપીપળા ના ગોડાઉન મેનેજર અને કલાર્ક ના રિમાન્ડ નામંજૂર થતા જેલ ભેગા 

0
36

રાજપીપળા પુુરવઠા ગોડાઉન મેનેજર સોનજી વસાવા અને ક્લાર્ક મુકુંદ વસવા લાંચ લેતા ઝડપાયા બાદ એમના સાત દિવસ ના રિમાન્ડ ની માંગ કરાઈ હતી પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા બંને ને સબજેલ માં મોકલી આપ્યા જયારે અન્ય બે પૈકી તિલકવાડા અને સાગબારા ના ગોડાઉન મેનેજર ની શોધખોળ ચાલુ છે 

રાજપીપળા: નર્મદા જિલ્લા પુરવઠા ખાતા માં એ સી બી એ રાજપીપળા ખાતે આવેલા પુરવઠા ના ગોડાઉન ના મેનેજર સૌનજી વસાવા સહીત અન્ય ત્રણ પૈકી મુકુંદ મહેન્દ્ર વસવા જુનિયર ક્લાર્ક, રાજપીપળા,ત્રિવેદીભાઈ,ગોડાઉન મેનેજર, સાગબારા, હશમુખ જે પટેલ,ગોડાઉન મેનેજર ,તિલકવાડા સહીત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં સોનજી વસવા અને મુકુંદ વસાવા 18 હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા બાદ આજે ભરૂચ એ સી બી ના પી આઈ એલ બી ડાભી એ આ બંને ના સાત દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા બંને ને રાજપીપળા સબજેલ માં ધકેલી દેવાયા હતા જયારે અન્ય બે પૈકી સાગબારા અને તિલકવાડા ગોડાઉન ના મેનેજરો અંડરગ્રાઉન્ડ થઈ જતા એ બંને ની એ સી બી એ શોધખોળ શરૂ કરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY