પત્રકાર શુજાત બુખારી હત્યા કેસ: પોલીસે ત્રણ સંદિગ્ધોના ફોટા જાહેર કર્યા

0
34

શ્રીનગર,
જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે રાત્રે બાઈક પર આવી કાશ્મીર અખબારના સંપાદક શુજાત બુખારી પર હુમલો કરી હત્યા કરનારા ત્રણ લોકોની તસવીરો જાહેર કરી છે. તેમની પર રાઈઝિંગ કાશ્મીરના તંત્રી શુજાત બુખારીની હત્યા કરવાનો આરોપ છે. બુખારીની ગુરુવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લાલ ચોક પાસે સાંજે ૭.૧૫ વાગ્યે થયેલા હુમલામાં બુખારીના બે સુરક્ષાકર્મીઓના પણ જીવ ગયા છે અને એક નાગરિક પણ ઘાયલ થયો છે.
જમ્મૂ-કાશ્મીરના ડીજીપી એસ.પી વૈદે જણાવ્યું કે, હુમલો ઈફ્તાર સમયે થયો હતો. બુખારી તેમના પ્રેસ એન્ક્‌લેવમાં આવેલી ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા અને કારમાં બેસવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા ૩ આતંકીઓએ તેમના અને તેમના સુરક્ષાગાર્ડ પર હુમલો કરી દીધો હતો. પોલીસે ત્યારપછી આ ત્રણ શંકાસ્પદ હુમલાખોરોની તસવીર પણ જાહેર કરી છે. સીસીટીવી ફૂટેજમાં તે ત્રણેય એક જ બાઈક પર જાવા મળ્યા છે.
સીએમ મહેબૂબાએ મુફ્તીએ બુખારીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યુ કે, ઈદના એક દિવસ પહેલાં જ આતંકીઓનો ગંદો ચહેરો સામે આવ્યો છે. બુખારીની હત્યા ચોંકાવનારી છે. થોડા દિવસ પહેલાં જ તેઓ મને મળવા આવ્યા હતા.
નેશનલ કોન્ફરન્સ લીડર ઉમર અબ્દુલાએ કહ્યુ કે, બુખારીએ તેમનું કર્તવ્ય નીભાવતા જીવ આપ્યો છે. તેમની હત્યા કાયરતાની નીશાની છે.

રાહુલે કહ્યુ, બુખારી ન્યાય અને શાંતિ માટે નિડરતાથી લડ્યા
રાહુલે ટ્વિટ કરીને કહ્યુ છે કે, શુજાત બુખારીની હત્યાનું સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો છું. તેઓ ખૂબ હિંમતવાળા હતા. બુખારી જમ્મુ-કાશ્મીરમાં ન્યાય અને સાંતિ માટે ખૂબ નિડરતાથી લડ્યા છે.
કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટ કરીને કહ્યુ છે કે, આ ખૂબ શરમજનક ઘટના છે. ભારતમાં મીડિયા સ્વતંત્ર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મીડિયાની સ્વતંત્રતા વિશે પ્રતિબદ્ધ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY