ન્યુ દિલ્હી,તા.૧૫
દેશના દરેક ચોથા વડીલ દુર્વ્યવહારના શિકાર છે. તેની સાથે દુર્વ્યવહાર કરનાર તેના પોતાના દિકરા,દિકરી કે વહુઓ છે ગૈર સરકારી સંગઠને કરેલા દેશના ૨૩ શહેરોમાં સર્વે કરીને આ રીપોર્ટ બહાર પાડયો છે. આ શહેરોમાં મેંગલોર પહેલા નંબરે છે જ્યારે દિલ્હીનો નંબર પાંચમો છે.
સર્વેનું કારણ વડીલો સાથે થતા દુર્વ્યવહારનું સ્વરૂપ અને કારણો જાણવાનું હતું. વડીલો સાથે દુર્વ્યવહાર કરવાવાળામાં અર્ધાથી વધારે ભણેલ ગણેલ વ્યÂક્તઓ છે. કમનસીબે વડીલોની હેરાન ગતી ઘરમાંથી શરૂ થાય છે અને જેમના પર તેમને સૌથી વધારે વિશ્વાસ હોય છે તેવા લોકોજ કરતા હોય છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે આ વર્ષે દુર્વ્યવહાર કરનાર સૌથી વધુ દિકરાઓ છે, વહુઓ ત્યાર પછીના ક્રમે છે. આ પહેલાના સર્વેક્ષણોમાં જણાવ્યુ હતું કે દુર્વ્યવહાર કરવામાં પહેલા નંબરે વહુઓ હતી. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યુ કે ૮૨ ટકા વડીલો પરીવાર માટે થઇને આ બાબતની ફરીયાદ નથી કરતા અથવા તેમને ખબર નથી કે આ સમસ્યા કેમ ઉકેલાય.
સર્વે પ્રમાણે ૫૨ ટકા મામલામાં દિકરાઓ અને ૩૪ ટકા વહુઓ દુર્વ્યવહાર કરે છે. દિલ્હી ૩૩ ટકા કરતા મુંબઇ ૧૩ ટકા દુર્વ્યવહારના કેસો છે. જેનો મતલબ મુંબઇના વડીલોની સ્થિતી સારી છે.
દુર્વ્યવહારમાં અપમાનીત કરવું પણ મૌખીક અભદ્રતા ૪૯ ટકા, ઉપેક્ષા કરવી ૩૩ ટકા મારપીટ કરવી ૧૨ ટકા જેવા કિસ્સાઓ જાણવા મળ્યા હતા. રીપોર્ટમાં વડીલોને આ સમસ્યાના સમાધાન માટે બાળકોને સંવેદનશીલ બનાવવા અને વડીલોને આર્થીક રીતે પગભર બનાવવા જેવા ઉપાયો સુચવાયા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





