છોટાઉદેપુર જિલ્લામાં બે પોલીસ કર્મી અને પોલીસ અધિકારી દારૂ સાથે ઝડપાયા

0
17

ખુદ જિલ્લાના એસ.પી. એ જાતે રેઈડ કરી કદવાલ પી.એસ.આઈ ના સરકારી મકાન માંથી દારૂ નો જથ્થો ઝડપ્યો છે.
આરોપી પોલીસ બુટલેગરો પાસેથી પકડાતા દારૂ માંથી જ પોલીસ ચોપડે ઓછો જથ્થો દર્શાવી અન્ય દારૂના જથ્થાને કરતા હતા સગેવગે. પોતાના જ પોલીસ મથકમાં પી.એસ.આઈ. અને પોલીસ કર્મીઓ કેદ થતા ચકચાર મચી જવા પામી છે.

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ મથકના પી.એસ.આઈ. ના રહેણાક સરકારી મકાનમાં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી જિલ્લાના ઇન ચાર્જ પોલીસ વડા IPS ધર્મેન્દ્ર શર્મા ને મળતા એલ.સી.બી., એસ.ઓ.જી. ની ટીમ સાથે ખુદ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ રેઇડ કરી હતી. જયાં પી.એસ.આઈ. ના મકાન માંથી અંગ્રેજી શરાબ ની 265 બોટલનો જથ્થો કિંમત 39,510 નો મળી આવ્યો હતો. તપાસ માં પી.એસ.આઈ. જે.બી.કટારા અને પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ભુપેન્દ્રસિંહ અને કાનુભાઈ ગીગાભાઈ બુટલેગરો પાસેથી જે દારૂ જથ્થો ઝડપતા તેનો કેસ પણ કરતા પરંતુ એ ઝડપાયેલા જથ્થા માંથી પોલીસ ચોપડે ઓછો જથ્થો દર્શાવતા અને કેટલોક માલ સગેવગે કરતા હતા, PSIના મકાન માંથી મળી આવેલ જથ્થો એમાંનો જ હોવાનું સામે આવ્યું છે. હાલ તો SP ધર્મેન્દ્ર શર્માની સૂચનાથી LCB પોલીસે PSI સહિત બન્ને પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. અને આ દારૂ ના જથ્થાનું તેઓ વેંચાણ કરતા હતા તો કોણે કરતા હતા તેમજ અન્ય કોણ કોણ આ રેકેટ મા છે સામેલ તે દિશામાં તપાસ આદરી છે .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY