હત્યા કરતાં પહેલાં આતંકીઓએ જવાન ઔરંગઝેબની પૂછપરછ કરી હતી

0
14

શ્રીનગર,
આતંકીઓએ આર્મી જવાન ઔરંગઝેબની હત્યા પહેલાં તેમનો એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો શુક્રવાર સાંજથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. તેમાં આતંકીઓ ઔરંગઝેબની પોÂસ્ટંગ, આતંકીઓના એન્કાઉન્ટર અને એક મેજર વિશે પૂછપરછ કરતા જાવા મળી રહ્યા છે. ઔરંગઝેબનું ગુરુવારે ત્યારે અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તે ઈદ મનાવવા તેના ઘરે જઈ રહ્યો હતો. તેમનો મૃતદેહ પુલાવામાથી મળી આવ્યો હતો.
વીડિયોમાં ઔરંગઝેબ બ્લેકકલરની ટી-શર્ટ અને જીન્સમાં જાવા મળી રહ્યો છે. તેને ઝાડ સાથે બાંધવામાં આવ્યો છે. આતંકીઓએ તેના પિતાનું નામ અને પોÂસ્ટંગ વિશે સવાલ કર્યા હતા. તેને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, શું તે, તાલ્હા રાશિદ, મોહમ્મદ અને વસીમના એન્કાઉન્ટરમાં સામેલ હતો.
તાલ્હા, વસીમ અને મોહમ્મદનું નવેમ્બર ૨૦૧૭માં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તાલ્હા જૈશના મુખિયા મસૂદ અઝબરનો ભત્રીજા હતો.
આતંકીઓએ ઔરંગઝેબને મેજર રોહિત શુક્લા વિશે પણ પૂછપરછ કરી હતી. તેમણે પૂછ્યું હતું કે, શું તું એમની સુરક્ષામાં તહેનાત હતો? મેજર શુક્લાએ આ વર્ષે જ એપ્રિલમાં હિજબુલ મુઝ્ઝાહિદ્દીનના કમાન્ડર સમીર ટાઈગરને ઠાર કરી દીધો હતો. જમ્મૂ-કાશ્મીર લાઈટ ઈન્ફ્રેન્ટ્રીના જવાન ઔરંગઝેબ શોપિયાના શાદીમર્ગમાં રોહિત શુક્લા સાથે તહેનાત હતા.
સમીર ટાઈગરે વીડિયો મોકલીને સેનાના મેજર રોહિત શુક્લાને ધમકી આપી હતી. તેના ૧૮ કલાક પછી જ ૩૦ એપ્રિલે મેજર શુક્લાએ તેમની ટીમ સાથે એન્કાઉન્ટરમાં સમીર ટાઈગરને ઠાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY