સ્વરો સે રંગ સાધના

0
39

ભગવાન શ્રી રંગ અવધૂત બાપજીના અર્ધશતાબ્દી નિર્વાણ વર્ષ તથા પ.પૂજ્ય બાપજીના વરદ હસ્તે પ્રસ્થાપિત શ્રી દત્ત ભગવાન ના ૬૫ માં પાટોત્સવ નિમિત્તે પ. પૂ.બાપજી રચિત શ્રી અવધૂતી આનંદ ના ભજનો નું રસપાન કરવાનો સંકલ્પ સ્વરો સે રંગ સાધના ના માધ્યમ દ્વારા શ્રી દત્ત ઉપાસક પરિવાર ભરૂચના ઉત્સાહી ભક્તોએ સેવ્યો છે” અવધૂતી આનંદ એ પૂજ્ય બાપજી એ વહેંચેલો નહીં, પણ લૂંટાવેલો આનંદ છે “આ અવધૂતી મસ્તીનો અવધૂતી આનંદ લૂંટવા આપને ભાવભર્યું ર્નિમંત્રણ છે
અવધૂત પરિવારના ખ્યાતનામ ગાયકો સર્વશ્રી મુકુંદભાઈ ભટ્ટ, શ્રી ભરતભાઈ મહંત, શ્રી પંકજભાઈ દવે,શ્રી વિપુલભાઈ ત્રિવેદી,શ્રી સુરેશભાઈ દેસાઈ,શ્રી બિરજુભાઈ કંથારિયા,શ્રી ભાવિકભાઈ સોની, શ્રીમતી નીતીબેન સોની,તથા શ્રુતિ સોની પોતાની આગવી શૈલીમાં આપ સૌને ભજનોની રસલ્હાણ કરાવશે.તબલા વાદક શ્રી રંગ દત્ત મહંત ,શ્રી બકુલ સોની ,શ્રી જૈમિન આચાર્ય ,શ્રી મિનેશ ચૌહાણ ,શ્રી અમરીશ ઓઝા ,કી બોર્ડ પર શ્રી હરનીશ પટેલ , ઓકટો પેડ પર શ્રી અંકુર જાદવ ,કશ્યપ જાદવ તથા કોરસમાં બિનિતા ભટ્ટ,ગીતા કંથારિયા, આયુષી દવે તથા દ્રષ્ટિ દણાક.
કાર્યક્રમની રૂપરેખા:
તા.૨૨-૦૬-૨૦૧૮ ને શુક્રવાર ( પાટોત્સવ દિન)
સ્થળઃ શ્રી દત્ત મંદિર,નવડેરા ,ભરૂચ.
સવારે ૫-૦૦ કલાકે પ્રભાત ફેરી …૬-૦૦ કલાકે મંગળા આરતી
સવારે ૯-૦૦ કલાકે પૂજ્યશ્રી ની પાદુકાજીનું પૂજન …૧૦-૩૦ કલાકે ધ્વજારોહણ
બપોરે ૧૨-૦૦ કલાકે તક્તીનું અનાવરણ :- શ્રી મુકુંદભાઈ ભટ્ટ તથા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના પ્રમુખશ્રી રવિન્દ્ર ભાઈ હીન્ડિયા દ્વારા કરવામાં આવશે.
બપોરે ૧૨-૩૦ કલાકે મહા પ્રસાદ
તા.૨૨-૦૬-૨૦૧૮ ને શુક્રવાર થી તા.૨૫-૦૬-૨૦૧૮ ને સોમવાર
સ્થળ: શ્રી દશા મોઢ વણિક પંચ ની વાડી ,લલ્લુભાઈ ચકલા, ભરૂચ.
તા.૨૨-૦૬-૨૦૧૮ બપોરે ૨-૦૦ કલાકે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય
:સ્વરો સે રંગ સાધના સમય:
બપોરે ૨-૦૦ થી ૪-૩૦ કલાકે સ્વરો સે રંગ સાધના
૪-૩૦ થી ૫-૦૦ કલાકે વિરામ
સાંજે ૫-૦૦ થી૮-૦૦ કલાકે સ્વરો સે રંગ સાધના
રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ કલાકે મહાપ્રસાદ
૯-૦૦ થી ૧૧-૩૦ કલાકે સ્વરો સે રંગ સાધના
રંગાનુરાગી
શ્રી દત્તોપાસક પરિવાર,ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY