નર્મમદા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

0
69

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના આદેશ અનુસાર સરકાર સામે વિરોધ

રાજપીપળા:ગુજરાત રાજ્ય ઉ.માં શિક્ષક સંઘ મહામંડળ દ્વારા ગ્રાન્ટેડ શાળાના ઉ.માં શિક્ષકો અને અન્ય કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતાં પ્રશ્નોનો ઇચ્છનીય ઉકેલ ન આવતા મહામંડળે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવા જિલ્લા સંઘને આદેશ આપ્યો હતો તે મુજબ નર્મદા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો.આ વિરોધમાં નર્મદા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રસિંહ સિંધાની આગેવાનીમાં 100 જેટલા શિક્ષકો જોડાયા હતા.વધુમાં મહેન્દ્રસિંહ સિંધાએ જણાવ્યું હતું કે આગામી 18 જૂન થી 23 જૂન સુધીમાં રાજ્યની 7000 કરતા વધુ ઉ.મા શાળાના 35000 કરતા વધુ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરશે અને 24મી જૂને સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે બપોરે 12:00 થી 2:00 કલાક સુધી રામધૂન કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના કાયમી શિક્ષકો,શિક્ષણ સહાયકો અને રાજ્ય તેમજ જિલ્લા સંઘના પદાધિકારીઓ જંગી સંખ્યામાં ઉમટી પડશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY