‘કર્ણાટકમાં કૂતરું પણ મરે તો શું મોદી જવાબદાર?’: શ્રીરામ સેનાના નેતા

0
6

બેંગ્લુરુ,
શ્રીરામ સેનાના મુખ્યા પ્રમોદ મુતાલિકે ગૌરી લંકેશ મર્ડર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મુતાલિક એ કર્ણાટકમાં લંકેશ અને કલબુર્ગી મર્ડર સહિત મહારાષ્ટ્રમાં થેલી હત્યાઓનો ઉલ્લેખ કરતાં કાંગ્રેસને કઠઘરામાં ઉભી કરી દીધી છે. આની પહેલાં પણ મુતાલિક વિવાદોમાં રહ્યાં છે.
પ્રમોદ મુતાલિકે કહ્યુ કે કાંગ્રેસ શાસનમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે હત્યાઓ થઇ. કોઇએ કાંગ્રેસ સરકારની નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવ્યો નથી. તેની જગ્યાએ એ પ્રશ્ન પૂછી રહ્યાં છે કે ગૌરી લંકેશ હત્યાકાંડ પર પીએમ નરેન્દ્ર મોદી શું ચુપ છે અને કોઇ નિવેદન આપ્યું નથી. જા કર્ણાકટમાં કોઇ કતૂરાનું મોત થઇ જાય છે તો શું તેના માટે પણ પીએમ મોદી જવાબદાર છે?
આપને જણાવી દઇએ કે પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ગૌરી લંકેશ હત્યાકાંડની તપાસ કરી રહેલા એસઆઇટીનું કહેવું છે કે પરશુરામ વાઘમારે એ ગૌરી લંકેશની હત્યાને અંજામ આપ્યો હતો. પરશુરામ વાઘમારે ગૌરી લંકેશની હત્યાના સંબંધમાં ધરપકડ છ શંકાસ્પદમાંથી એક છે.
સીટના એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ કÌšં હતું કે ગૌરી, ગોવિંદ પાનસરે, અને એમએમ કલબુર્ગીને ગોળી મારવા માટે એક જ હથિયારનો ઉપયોગ કર્યો હતો. ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ બેંગલુરૂમાં ગૌરી લંકેશની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY