ન્યુ દિલ્હી/મુંબઈ/અમદાવાદ,
સરકારની મહત્વાંકાંક્ષી બુલેટ ટ્રેન યોજનાને મંજૂરી આપતાં અગાઉ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામવાસીઓ તળાવો, એમ્બ્યુલન્સ, સોલાર સ્ટ્રીટ લાઈટ્સ અને ડાક્ટરો જેવી તેમની પાયાની માગણી સંતોષાય એમ ઈચ્છે છે, એવું અધિકારીઓએ જણાવ્યું હતું.
ગામવાસીઓ તરફથી થઈ રહેલા વિરોધને પહોંચી વળવા આ યોજનાને અમલમાં મૂકનારી કેન્દ્રીય સંસ્થા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (એનએચઆરસીએલ) પોતાનો વ્યૂહ બદલાવ્યો છે અને આમાંની ઘણી શરતો અંગે તેઓ સંમત થવા તૈયાર છે જેથી મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનને ૨૦૨૨ સુધીમાં લોન્ચ કરી શકાય.
બુલેટ ટ્રેન યોજનાનો ૨૩ ગામમાં સૌથી વધારે વિરોધ થયો છે અને ત્યાં મોટાપાયે સંપર્ક કરીને રસ્તો કાઢવામાં એનએચઆરસીએલને નિષ્ફળતા મળી છે, તેથી તેમણે તેમના વલણમાં ફેરફાર કરીને લોકોનો અંગત રીતે સંપર્ક સાધવાની કોશિશ હાથ ધરી છે અને તેમને જે વળતર મળવાનું છે તે ઉપરાંત જમીનમાલિકોની માગણી શું છે તે જાણવાની પણ કોશિશ કરી છે.
‘અમે અમારું વલણ બદલાવ્યું છે. અગાઉ અમે ગામના ચોકમાં ગામવાસીઓને ભેગા કરતા હતા અને તેમને એ સમજાવવાનો પ્રયાસ કરતા હતા કે આ યોજના અમલમાં મુકાય એ તેમના માટે સારું છે, પણ આ પ્રયાસને નિષ્ફળતા મળતાં અમે હવે માત્ર જમીનમાલિકોને લક્ષ્ય બનાવવાનો અને ગામડાના વડાઓને તેમને તેમની જમીનના વળતર ઉપરાંત વધારે શું જાઈએ છે એ લેખિતમાં આપવાનું કહ્યુ છે,’ એમ એનએચઆરસીએલના પ્રવક્તા ધનંજય કુમારે જણાવ્યું હતું.
૫૦૮ કિ.મી.ના આ ટ્રેન કોરિડોરમાંથી ૧૧૦ કિ.મી. પાલઘરમાંથી પસાર થાય છે. આ યોજના માટે ૭૩ ગામની ૩૦૦ હેકટર જમીન સંપાદન કરવી જરૂરી છે, જેની ૩,૦૦૦ લોકોને અસર થવાની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



