ન્યુ દિલ્હી,
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) એ જીસેટ-૧૧ ને લોન્ચ કરવાની લીલી ઝંડી આપી દીધી છે. એક અન્ય ઉપગ્રહ જીસેટ-૬એ ના શ્રી હરિકોટાથી ઉડાણ ભર્યા બાદ તેનાથી સંપર્ક તુટવાને કારણે ઈસરો ફૂંકી-ફૂંકીને પગલા ભરી રહ્યુ છે. એક અધિકારીએ જણાવ્યુ કે લોન્ચ કરતા પહેલા જીસેટ-૧૧ની સારી રીતે તપાસ કરવામાં આવી છે.
૫૭૦૦ કિલોગ્રામ વજનનો જીસેટ-૧૧ને ૨૬મે ના રોજ દક્ષિણ અમેરિકાના કોરુથી છોડવાનો હતો, પરંતુ માર્ચમાં જીસેટ-૬એના લોન્ચિંગ બાદથી તે સંપર્ક વિહોણો થવાને કારણે ઈસરોને મોટો ઝટકો લાગ્યો છે. કોરુ પ્રક્ષેપણ કેન્દ્રથી ભારતે પોતાના ભારે ઉપગ્રહોને લોન્ચ કર્યા છે.
અંતરિક્ષ એજન્સી હજી પણ સંપર્ક વિહોણા ઉપગ્રહ સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસમાં લાગેલી છે અને તેમાં તેને નાની સફળતા પણ મળી છે. અધિકારીઓ જણાવ્યુ કે સંપૂર્ણ તપાસ બાદ તેને લોન્ચ માટે ફિટ કરવામાં આવ્યો છે. ઈસરોને હવે તેની ઉડાન માટે તારીખ મળવાની રાહ જોઈ રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





