આદિવાસી વિસ્તારમાં આવેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી પથ્થર ની કવોરીઓ

0
304

ગુજરાત યુવા સેના એ આપ્યું માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર. માંગરોળ અને ઉમરપાડા તાલુકા ઓ ટ્રાયબલ શિડ્ડયુલ એરિયા માં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર જમીન નું ખનન કરી પથ્થર ની ખાણો અને ક્વોરી ઓ કાર્યરત છે.આ ક્વોરી દ્વારા થતા ભુખનન થી જમીન તથા હવાનું પ્રદૂષણ વધ્યું છે, અને આજુબાજુ માં આવેલી આદિવાસી ખેડૂતો ની ખેતીલાયક જમીન ની ફળદ્રુપતા ઘટવા પામી છે.ક્વોરીઓ પરથી છેલ્લા કેટલાક સમયથી બેફામ ઓવરલોડ કેટલીક ટ્રકો રોયલ્ટી વગર જ આડેધડ અવરજવર કરે છે જેનાં લીધે અકસ્માત ની સંખ્યા પણ વધી છે. . હાલમાં ચાલી રહેલી ખાણ અને ક્વોરી ઓ કોની જમીનો પર ચાલે છે? ક્વોરી ઓ નાં મુળમાલિક કોણ છે?જમીનના માલિક કોણ છે?ખાણ ની લીઝ કોના નામે ચાલેછે? લાઇટબીલ અને ઈન્કમટેકસ કોનાં નામે ભરવાં માં આવેછે? એવાં અનેક પ્રશ્નો ગુજરાત યુવા સેના માંગરોળ દ્વારા કરવામાં આવ્યા હતા. અને ગુજરાત યુવા સેના એ આ બાબતે માંગરોળ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને જો યોગ્ય કાર્યવાહી કરવા માં ન આવે તો આવનારા દિવસોમાં ગુજરાત યુવા સેના આંદોલન પણ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે

રીપોટૅર. ભુપેન્દ્ર ચૌધરી માંગરોળ ૯૯૦૪૬૮૬૬૦૪

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY