તબીબી સારવારથી વંચિત રહેતી ગર્ભવતી મહિલાઓ માટે સેવાકાર્ય કરતા મહિલા તબીબનું સન્માન 

0
213

રાજપીપળા:નરેન્દ્ર મોદીએ સરકારને બે વર્ષ પૂર્ણ થયા ત્યારે જાહેરમંચ ઉપરથી તબીબોની નિવૃત વય મર્યાદા 62 વર્ષની જાહેર કરી હતી.અને સાથે સાથે ભારતના તમામ તબીબોએ મહિનાના ફક્ત એક દિવસ મફતમાં સારવાર કરી દેશ સેવાની અપીલ પણ કરી હતી.આમ એક દિવસની તગડી કમાણી પણ કોઈ તબીબ છોડવા તૈયાર થતા નથી.ત્યારે રાજપીપળામાં યોગી હોસ્પિટલ ચલાવતા મહિલા ગાયનેકોલોજિસ્ટ ડો.દર્શનાબેન દેશમુખે મોદીની અપીલને સ્વીકારી લીધી અને 9મી જૂન 2016 થી દર મહિનાની 9 મી તારીખથી સગર્ભાઓની મફત સારવાર નું બીડું ઝડપી તેમને થતી તકલીફો નું જરૂરી સારવાર આપી એક ઉત્તમ કાર્ય કર્યું અને હજુ કરી રહ્યા છે.ત્યારે અત્યાર સુધી એમણે 2038 સગર્ભાઓની મફત સારવાર કરી છે.

રાજપીપળાની મહિલા તબીબનો આ નિસ્વાર્થ પ્રયાસ જોઈ સમાજ સેવી સંસ્થા માનસી સેવા મંડળના પ્રમુખ મનીષાબેન ગાંધી અને મંત્રી લક્ષ્મીબેન વસાવાએ ડો.દર્શનાબેન દેશમુખનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.રાજપીપળાના મહિલા તબીબનું આ સેવારૂપી કાર્ય અન્ય તબીબો માટે પ્રેરણાદાયક બન્યું છે.

આ બાબતે ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે કેટલાયે લોકો આર્થિક સ્તિથી ને કારણે તબીબી સારવારથી વંચિત રહે છે.જેથી અમુક વખત તેઓ મોતને ભેટતા હોવાના કિસ્સા પણ બનતા હોય છે.જો અન્ય તબીબો આ રીતની સેવા કરે તો આવા કિસ્સાઓ જરૂર અટકશે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY