રૂપાણીના ગઢમાં જિલ્લા પંચાયતમાં કોંગીનું રાજઃ અલ્પાબેન પ્રમુખ પદ પર નક્કી

0
12

રાજકોટ,
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ નક્કી કરવા માટે હવે માત્ર એક જ દિવસ વધ્યો છે. ૨૦મીએ તેના માટે ખાસ સભા બોલાવવામાં આવી છે. જ્યારે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૧૯ રાખવામા આવી છે. આ પદ પર અલ્પાબેન ખાટરિયાનું નામ ફાઈનલ છે અને તેઓ દાવેદારી માટે ફોર્મ ભર્યુ. આ સિવાય જા કોઇના ફોર્મ ભરાશે તો જિલ્લા કોંગ્રેસમાં અસંતોષનો ભારેલો અગ્નિ સપાટી પર આવી જશે. રૂપાણીના ગઢ ગણાતા રાજકોટમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું રાજ છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬ બેઠકમાંથી ૩૪ પર જીત મેળવી તોતિંગ બહુમતી મેળવનારી કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી બહુ મોટી કમજારી સાબિત થઇ છે. પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ પાટીદાર ઉમેદવાર એટલે કે નિલેશ વિરાણીને સોંપવામાં આવી હતી. એ ટર્મ પૂર્ણ થાય ત્યાં જ સરકારે નવો વટહુકમ જારી કરી આ બેઠકને તો બિનઅનામત જ રાખી છે, પણ મહિલાઓ જ આરૂઢ થઇ શકે તેવી જાગવાઈ કરી છે.
પ્રમુખ પદ માટે અનેક તોડજાડ, જ્ઞાતિ સમીકરણો અને લોકસભાની ચૂંટણી તેમજ ગત જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરીને ધ્યાને લઇને ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસ સુધીમાં અલ્પાબેન ખાટરિયાનું નામ ફાઈનલ કરી દેવાયું છે. જે સભ્યોએ ટેકો આપ્યો છે તે ખસી ન જાય એટલે તેમને વેકેશન પર ઉતારી દેવાયા છે. આમ છતાં છેલ્લી ઘડી સુધી ભાંગતોડની પૂરેપૂરી શક્યતા છે જે ઘટાડવા માટે ઉપપ્રમુખનું પદ પાટીદારને સોંપવાની તૈયારી છે, જેના માટે સુભાષ માકડિયાનું નામ મોખરે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY