દેશભરમાં ભાજપ ૨૫મી જૂને કાળો દિવસ મનાવશે

0
7

ન્યુ દિલ્હી,
ભાજપ દ્વારા દેશભરમાં ૨૫મી જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવશે. સ્વ.વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને પગલે ૨૫મી જૂનને કાળો દિવસ ગણાવાયો છે.
ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં ૨૫મી જૂનના રોજ દેશમાં કટોકટી લાદી દીધી હતી અને સરકારી કર્મીઓ શિસ્તબ્ધ અને સમયબધ્ધ થઈ ગયા હતા પરંતુ રાજકીય વર્ગમાં જબરો વિરોધ હતો. આ કટોકટીનો સમયગાળો ૨૧ મહિના સુધી ચાલ્યો હતો. ૧૯૭૫થી ૧૯૭૭ સુધી દેશમાં કટોકટી યથાવત રહી હતી.
અલ્હાબાદ હાઈકોટર્ષ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઈન્દિરા ગાંધીની લોકસભાની બેઠક પર થયેલી ચૂંટણીને રદબાતલ કરી હતી તેને પગલે ઈÂન્દરા ગાંધીએ કટોકટી લાદી દીધી હતી.
ત્યારબાદ દેશમાં એકમાત્ર ભાજપ દ્વારા જ ૨૫મી જૂનને કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે. બીજા વિપક્ષ આવો કોઈ દિવસ મનાવતા નથી.
કટોકટી વખતે ટોચના એ સમયના ભાજપ્ના નેતાઓને ઈન્દિરા ગાંધીએ જેલભેગા કરી દીધા હતા. ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ ધરાર નસબંધીનો કાર્યક્રમ શ કરાવી દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY