સુરત,
વલસાડ ખાતે આયકર વિભાગના કર્મચારીઓ ૧૯મી જૂનના રોજ પડતર માંગણીઓ માટે ધરણા ઉપર ઉતાર્યા હતા. કર્મચારીઓએ પ્રમોશન, ભરતી સાથે સુવિધાઓને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ધરણા પ્રદર્શન કરી અવાજ બુલંદ કર્યો હતો.
વલસાડ આયકર વિભાગના કર્મચારીઓના કલાસ ૧ ના પ્રમોશન ૨ વર્ષ ઉપરાંતથી અટકેલા પડેલા છે. જેની તાત્કાલિક પ્રમોશનની માંગ છે. આયકર ઇસ્પેક્ટરની ભરતી જલ્દીથી થવી જાઈએ. સાથે જ ડિજિટલ ઇન્ડીયામાં આયકર વિભાગની કચેરીઓમાં ડિજિટલ સુવિધાઓ અપ ડેટ થવી જાઈએ. અને કર સહાયક અને વરિષ્ઠ કર સહાયક, સ્ટેનોની જગ્યાઓ ઉપર ભરતી જલ્દી થવી જાઈએ કારણ કે આ જગ્યાઓ ૪ વર્ષ ઉપરાંતથી ખાલી પડી હોવાથી કર્મચારીઓએ પ્રશ્ન ઉઠાવી તાત્કાલિક નિરાકરણ લાવવા કેન્દ્રીય આયકર બોર્ડ પાસે માંગ કરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






