આજ રોજ શ્રી આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્રારા ગરીબ તથા અભણ આદિવાસી ભાઈઓ અને બહેનોને જાતિનો દાખલો મળી રહે તે માટે જિલ્લા સમાહર્તા રવીકુમાર અરોરાને સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી.
હાલમાજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાએ સંપર્ક સેતુ કાર્યક્રમ માં એવું જણાવેલ કે અભણ લોકોને જાતિના દાખલા આપવા નહિ આપવા આવે તેવું કહેતા આદિવાસી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.વર્ષો પહેલા ગરીબ અને પછાત આદિવાસી ભાઈઓ અને બહેનો બિન આવડત અને અન જાગૃતતા અને મજૂરી અવસ્થામાં અને ક અભણ અવસ્થામાં આદિવાસી સમાજના લોકો જીવી રહ્યા છે. સરકાર દ્રારા અભણ લોકોને જાતિનો દાખલો નહિ આપવાની વાત થી અભણ આદિવાસી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આજે કોઈ પણ ભારત સરકાર અથવા ગુજરાત સરકાર ની યોજના હોય તેમાં પણ પહેલા જ જાતિનો દાખલો માંગવામાં આવતો હોય ગરીબ આદિવાસી લોકો ક્યાંથી લાવે..? આ અંગે આજ રોજ શ્રી આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નગરપાલિકા ના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનોએ ભેગા થઈને જિલ્લા સમાંહર્તા ને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી કે જો અમારી માંગણીઓ નહિ સ્વીકારાય તો અમે મોટી રેલી સ્વરૂપે ગાંધીચીંધ્યા માર્ગે નહિ પણ અમે હક છીનવા વાળા છીએ અને અમારો હક અમે લઈને જ રહીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





