હીરા મેનેજરને મળી ધમકીઃ ‘વ્યાજ નહીં આપે તો મારી નાખીશું’

0
11

સુરત,તા.૨૦
હીરા મેનેજરને મિત્રની લીવ-ઇન પાર્ટનરે સાચવવા આપેલી રૂ. ૨.૫૦ લાખની રકમની સામે ૪.૬૦ લાખની રકમ ચુકવી દીધી હતી. છતાં વ્યાજ સહિત રૂ. ૭.૮૦ લાખની રકમ ઉઘરાવવા અપહરણ કરી લખાણો કરાવી લીધા હતા. પુણા પોલીસે ફરિયાદ લઈને બેની સામે ગુનો નોંધ્યો છે.
પુણાગામમમાં આવેલી સરગમ સોસાયટીમાં રહેતા અને વરાછાની મીરા ડાયમંડમાં હીરા મેનેજર તરીકે નોકરી કરતા સુરેશ કરશી વાડદોરીયાનો જગદીશ નામનો મિત્ર હતો. જગદીશની સાથે પહેલા દક્ષા નામની મહિલા લીવ-ઇન રિલેશનશીપમાં રહેતી હતી. પરંતુ બાદમાં તે બંને વચ્ચેનો સંબંધ તુટી ગયા હતા. જે તે વખતે દક્ષાએ દીકરીના અભ્યાસ માટે સુરેશને થોડી થોડી રકમ ભેગી કરીને ૨.૫૦ લાખની રકમ રાખવા માટે આપી. જ્યારે દિકરી મોટી થાય ત્યારે આ રકમ પરત લઇ લેશે, તેવી વાત કરી હતી. તે પછી જગદીશ અને દક્ષા વચ્ચે અણબનાવ થતાં છૂટા પડી ગયા હતા.
દક્ષાએ સુરેશ પાસે તેના રૂપિયા પાછા માગ્યા હતા. હીરા મેનેજરે રૂપિયા ૨.૫૦ લાખની સામે મહિલાને રૂપિયા ૪.૬૦ લાખની રકમ ચુકવી દીધી છતાં તે વધુ માગતી હતી. મહિલાનો અન્ય એક મિત્ર કિરીટ એક દિવસ સુરેશના ઘરે ઉઘરાણી માટે આવ્યો હતો. કિરીટે હવે રૂપિયા ૭.૮૦ લાખની રકમ વ્યાજ સાથે માંગી હતી. આ રકમ ન આપે તો સોસાયટીમાં બદનામી કરી નાખવાની ચીમકી આપી હતી. વારંવાર મેનેજરના ઘરે આવીને કિરીટ ઉઘરાણી કરતો હતો. ૧૮મી તારીખે બપોરે સુરેશ ઘરે હતો તે વખતે કિરીટ અને તેનો સાથીદાર ફારૂનવાન તેના ઘરે આવ્યા હતા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY