સ્કૂલની હોસ્ટેલમાંથી ભાગવા જતા વિધાર્થીને કરંટ લાગતા મોત નીપજ્યું

0
13

સુરત,તા.૨૦
વલસાડની સ્વામીનારાયણ સ્કૂલની હોસ્ટેલના સ્ટુડન્ટનું કંપાઉન્ડ વોલ ઉપરથી પસાર થતી હાઇટેન્શન લાઇનના હાઇવોલ્ટ કરંટથી કરૂણ મોત નીપજ્યું હતું. સ્ટુડન્ટ સાત દિવસ પહેલાં જ સ્વામીનારાયણ સ્કૂલની હોસ્ટેલમાં પ્રવેશ લઇ ધોરણ-૧૧નો અભ્યાસ શરૂ કર્યો હતો. હોસ્ટેલની લાઇફથી અજાણ સ્ટુડન્ટ માનસિક તણાવમાં આવી જતાં પરિવાર તેને ફરી ઘરે લઇ આવવા માગતું હતું. જાકે, હોસ્ટેલની કંપાઉન્ડ વોલ કૂદીને ઘરે જવાના પ્રયાસમાં ઇલેક્ટ્રીક લાઇનના હાઇવોલ્ટ કંરટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અરવિંદભાઇ ગાવીત (પિતા)એ જણાવ્યું હતું કે, તેઓ વલસાડ-કપરાડાના નાનાપોંડા ગામના રહેવાસી છે અને કાપડનો વેપારી છે. બે સંતાનોમાં એક દીકરી છે અને એક દીકરો હતો. ધોરણ- ૧૧માં અભ્યાસ કરતાં પુત્ર જયદીપના ભવિષ્યને ધ્યાનમાં લઇ તેને વલસાડ-અબ્રામાની બાપ્સ સંચાલિત સ્વામીનારાણ સ્કૂલમાં એડમિશન લીધું હતું. અને ત્યાં જ હોસ્ટેલમાં રહી જયદીપ આગળનો અભ્યાસ કરે તેવું પ્લાનિંગ કર્યું હતું. ૧૨ જૂન મંગળવારના રોજ જયદીપને હોસ્ટેલમાં છોડી તેઓ ઘરે પરત આવ્યા હતા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY