સરકારે પોલીસને નિમણુંક પત્રો આપવાના સમારંભમાં અઢી કરોડ ખર્ચી નાખ્યા..!!

0
129

ગાંધીનગર,
તા.૨૨/૦૩/૨૦૧૮

રાજ્યના બેરોજગારોને જા નોકરી માટે રૂપિયા ૨.૫૯ કરોડ આપવામાં આવે તો..? તે બધા ખુશ થઈ જાય….પરંતુ રાજ્ય સરકારે પોલીસ ખાતામાં નવા પસંદ થયેલા ઉમેદવારોને નિમણુક પત્રો આપવા માટે અમદાવાદના રીવરફ્રન્ટમાં યોજેલા સમારંભ પાછળ જ રૂપિયા ૨,૫૯,૨૪,૯૦૧નો જંગી ખર્ચ કર્યો છે. તો માહિતી ખાતા દ્વારા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોની જાહેરાતો પાછળ ૩૭.૩૯ કરોડ તેમજ ત્રણ મેગેઝીનના પ્રિન્ટીંગ માટે કુલ રૂપિયા ૧૯,૬૯,૧૯૮૮૨નો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ તેમજ ચોટીલાના ઋત્વક મકવાણાએ પોલીસ ખાતામાં ઉમેદવારોને નિમણુક પત્રો આપવા અંગે પ્રશ્ન પૂછ્યો છે. તેના લેખિત જવાબમાં મુખ્યમંત્રી ( ગૃહ )એ જણાવ્યું છે કે, પોલીસ ખાતામાં નવા પસંદ પામેલા ઉમેદવારોને નિમણુક પત્ર કે નોકરી આપવા માટેનો સમારંભ તા.૧૮-૫-૨૦૧૭ના રોજ અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારંભ પાછળ કુલ રૂપિયા ૨,૫૯,૨૪૯૦૧નો ખર્ચ કરવામાં આવ્યો છે.

જયારે બાપુનગરના ધારાસભ્ય હિમતસિંહ પટેલ અને ધોરાજીના લલિત વસોયાએ પુછેલા પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રી ( માહિતી અને પ્રસારણ)એ જણાવ્યું છે કે, માહિતી ખાતા દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકારી ઉત્સવોની જાહેરાત પાછળ કોઈ ખર્ચ કરવમાં આવ્યો નથી. પરંતુ સરકારી કાર્યક્રમો અને યોજનાઓના પ્રચાર માટે કુલ ૩૭.૩૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૬માં ૩૮ જાહેરાતો માટે રૂપિયા ૧૭.૮૦ કરોડ તેમજ વર્ષ ૨૦૧૭માં ૨૬ જાહેરાતો માટે રૂપિયા ૧૯.૫૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભિલોડાના ધારાસભ્ય ડો.અનીલ જાષિયારાએ પુછેલા અન્ય એક પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રી (માહિતી અને પ્રસારણ)એ જણાવ્યું છે કે, માહિતી ખાતા દ્વારા છેલ્લા બે વર્ષમાં ગુજરાત રોજગાર સમાચાર – સાપ્તાહિક તેમજ ધ ગુજરાત ત્રિમાસિક-અંગ્રેજી સરકારી પ્રેસમાં છપાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત પાક્ષીક ખાનગી પ્રેસમાં છપાવવામાં આવ્યું છે. સરકારી પ્રેસમાં બંને મેગેઝીન છાપવા માટે વર્ષ ૨૦૧૬માં ૨,૪૪,૨૯૬૩૮ તેમજ વર્ષ ૨૦૧૭માં ૨,૨૪,૬૪૦૯૪ થઇ કુલ ૪.૬૯ કરોડ જેટલો ખર્ચ થયો છે. જ્યારે ખાનગી પ્રેસમાં ગુજરાત પાક્ષીક છપાવવાનો ખર્ચ ૮.૩૪ કરોડ અને ૬.૬૬ કરોડ થઇ કુલ ૧૫ કરોડ જેટલો ખર્ચ થયો છે. આમ આ ત્રણ મેગેઝીન પાછળ માહિતી ખાતા દ્વારા બે વર્ષમાં જ કુલ રૂપિયા ૧૯,૬૯,૧૯૮૮૨નો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY