ગાંધીનગર,તા.૨૦
ગુજરાત રાજ્યમાં પહેલા તબક્કાની શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓનો સરકારના મંત્રીઓ અને સનદી અધિકારીઓ પ્રવેશ કરાવ્યો હતો. આજથી બે દિવસ તા.૨૧ અને ૨૨ જૂન શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ પાણી કડી કેમ્પસ અથવા માઉન્ટ કાર્મેલ સ્કૂલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે.
શહેરી વિસ્તારમાં ધોરણ ૧થી ૯ના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવશે. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો નીચે લાવવા માટે વચ્ચે ભણવાનું છોડી જતાં રહેલા વિદ્યાર્થીઓને પુનઃશાળામાં બેસાડવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં ક્ધયાઓ અડેધેથી ભણવાનું છોડી દેવાની ટકાવારીમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનને વધુ અસરકારક બનાવવા અને ડ્રોપ આઉટ રેશિયો નીચો લાવવા માટે છેલ્લા એક દાયકાથી સરકાર મથામણ કરી રહી છે. આમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં ૭૭.૩૮ ટકા ક્ધયાઓ જ શાળામાં પ્રવેશ મેળવે છે.
શહેરી વિસ્તારમાં કઈ કાઢી લેવા જેવુ નથી ૧૦૦ ટકા નામાંકન કરાવ્યા પછી ક્ધયાઓની શાળા છોડવાની સંખ્યામાં વધારો નોંધાયો છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી સંભવતઃ બે શાળામાં જાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ બન્ને શાળાની મુલાકાત જિલ્લા શિક્ષણાધિકારી અને સલામતી અધિકારીઓ મુલાકાત લઈ ચૂકયા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





