યોગ શ્રેષ્ઠ છે પરંતુ તેને ધર્મ સાથે ના જોડવું જોઈએ: મુસ્લિમ ધર્મગુરૂ

0
16

લખનઉ,તા.૨૦
સમગ્ર વિશ્વ ૨૧ જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણીની તૈયારીમાં લાગી ગયું છે. ગત વર્ષે મુસ્લિમમો દ્વારા યોગ કરવાને લઈને થયેલા વિવાદ અંગે મુસ્લિમ ધર્મગુરૂઓએ જણાવ્યું કે યોગને ધર્મ સાથે જોડીને ના જોવું જોઈએ. આ ધર્મગુરુઓના મતે જે લોકો યોગને લઈને મુસલમાનોના વિચારો પર શંકા કરે છે તેમને સમજાવવા જાઈએ કે દુનિયાના ઘણાખરા ઈસ્લામી દેશો ૨૧ જૂનના આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પાળે છે.
ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ જણાવ્યું કે યોગ હિન્દુસ્તાનનો અમૂલ્ય વારસો છે, પરંતુ તેને ધર્મ સાથે જાડીને ના જાવું જાઈએ. ઈસ્લામ શારીરિક ફિનેટને ઘણું પ્રોત્સાહન આપે છે. આ ધર્મમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે જાડાયેલી દરેક ચીજને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. દરેક ધર્મના ગુરૂઓએ પોતાના સમાજના લોકોની શારીરિક ફિટનેસ માટે અલગ અલગ ઉપાયો સુચવ્યા છે.
યોગ કસરતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. પરંતુ તેને ફરજિયાત ના બનાવવું જાઈએ જેથી અન્ય ધર્મના લોકો તેને સ્વાકીરી ના શકે. સૌથી જરૂરી વાત એ છે કે યોગનો રાજકીય ઉપયોગ ના થવો જાઈએ. પરંતુ અફસોસ છે કે આવું થઈ રહ્યુ છે.
મૌલાના નોમાનીએ વધુમાં જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ પર કોઈપણ પ્રકારનો શારીરિક અભ્યાસ થોપવો જાઈએ નહીં. હિન્દુસ્તાન જેવા બહુ-સાંસ્કૃતિક દેશમાં ‘વન નેશન, વન કલ્ચર’ની આક્રમક તરફેણ કરનાર લોકો પોતાની વિચારધારા અને કાર્યોને બીજા લોકો પર થોપવાનો પ્રયાસ કરે છે, જે ઈસ્લામના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. યોગને લઈને કોઈપણ પ્રકારનો રાજકીય બખેડો ઊભો ના થવો જાઈએ. દરેક ધર્મના લોકોને યોગ દિવસ માટે પ્રોત્સાહિત કરવા જાઈએ.
યોગ દરમિયાન મંત્રોચ્ચાર પર મુસલમાનોને વાંધો હોવા અંગે પૂછતા મૌલાના અબ્બાસે જણાવ્યું કે મુસલ્માનો ફક્ત અલ્લાહની ઈબાદત કરે છે. યોગને ઈબાદત સમજીને ના કરવો જાઈએ.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY