અંતે સોશિયલ સિક્યુરિટી પ્લાનને બહાલી; ૫૦ કરોડ વર્કરોને લાભ

0
65

નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર એક મહાકાય અને મહત્વકાંક્ષી લોકલક્ષી યોજના લાગુ કરવાની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સામાન્ય ચૂંટણી પહેલા યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી સ્કીમને લાગુ કરવામાં આવનાર છે. જેના કારણે ૫૦ કરોડથી વધારે લોકોને સીધી રીતે ફાયદો થશે. વડાપ્રધાનની કચેરીએ ૫૦ કરોડથી વધારે વર્કરો માટે યુનિવર્સલ સિક્યોરિટી સાથે જાડાયેલા શ્રમ મંત્રાલયના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. તેની હદમાં કૃષિ ક્ષેત્રમાં કામ કરનાર વર્કરો પણ આવી જશે. મંત્રાલય દ્વારા આગામી ચૂંટણી પહેલા આને લાગુ કરવાની યોજનમા ધરાવે છે. આ સ્કીમ હેઠળ પેન્શન ( ડેથ અને ડિસિબિલિટી બન્ને) અને મેટરનિટી કવરેજની સાથે સાથે ઓપ્શનલ મેડિકલ, બિમારી અને બેરોજગારી કવરેજ પણ આપવામાં આવનાર છે.
નાણાં અને શ્રમ મંત્રાલય આ યોજનાની વિગતો પર કામ કરનાર છે. દેશના કુલ વર્કફોર્સના નીચલા ૪૦ ટકા હિસ્સા માટે આ સ્કીમને સંપૂર્ણપણે અમલી કરવા માટે આશરે બે લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. વર્કફોર્સના બાકી ૬૦ ટકા હિસ્સાને આ સ્કીમ માટે પોતાના ખિસ્સામાંથી સંપૂર્ણ અથવા તો કેટલીક રકમ આપવી પડશે. એક સિનિયર અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે તાજેતરમાં જ યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમઓ દ્વારા લેબર મંત્રાલય સમક્ષ સોશિયલ સિક્યોરિટી કવર પર પગલા લેવા માટે કહ્યુ હતુ. આ બેઠકમાં મંત્રાલયના અધિકારીઓએ યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી કોડના સંંબંધમાં વાત કરી હતી. સાથે સાથે રજૂઆત પણ કરી હતી. નાણાં મંત્રાલય પણ આ વિચાર સાથે સહમત છે. અધિકારીઓના કહેવા મુજ શ્રમ મંત્રાલય દ્વારા નાણાં મંત્રાલયને ભલામણ કરવામાં આવી છે કે સરકાર આ સ્કીમને ધીમે ધીમે લાગુ કરે અને સૌથી ગરીબ લોકો સુધી સૌથી પહેલા કવર લાભ આપવામાં આવે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આવુ થવાની Âસ્થતીમાં શરૂઆતમાં ખુબ ઓછી રકમની જરૂર પડશે. આને યુનિવર્સલ બનાવવા માટે આગામી ૫-૧૦ વર્ષોમાં ફંડ ફાળવણીને વધારી શકાય છે. શ્રમ મંત્રાલય દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે સોશિયલ સિક્યોરિટી સ્કીમની જાળ મોટી રાખવામાં આવે. જેથી ૫૦ કરોડ વર્કર્સને રિટાયરમેન્ટ, હેલ્થ, ઓલ્ડ એજ, ડિસેબિલિટી , અનએમ્પ્લોયમેન્ટ અને મેટરનિટી લાભ આપવામાં આવી શકે છે. આ પહેલા પણ એક મોટી સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. જે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હતી. જેમાં ૧૦ કરોડ ગરીબ પરિવારોને પાંચ પાંચ લાખ રૂપિયાના હેલ્થ કવર આપવામાં આવી રહ્યા છે. યોજના એ છે કે યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટી સ્કીમને ૧૦ વર્ષમાં ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવનાર છે. સરકારને આશા છે કે ત્યારબાદ તેને યુનિવર્સલ કરવામાં આવનાર છે. પહેલા તબક્કામાં તમામ વર્કરને નજીવા કવરેજ આપવામાં આવનાર છે. જેમાં હેલ્થ સિક્યોરિટી અને રિટાયરમેન્ટ લાભનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં બેરોજગારી લાભ જાડવામાં આવનાર છે. ત્રીજા તબક્કામાં બીજી કલ્યાણકારી યોજનાઓને શરૂ કરવામાં આવી શકે છે. ૫૦ કરોડ લાભાર્થીઓને ચાર સ્તરમાં વિભાજિત કરવામાં આવનાર છે. પહેલા સ્તરમાં ગરીબી રેખા નીચે રહેલા લોકોને લાભ આપવામાં આવશે. જે સિક્યોરિટી પેમેન્ટ કરી શકતા નથી. આવા લોકો સાથે જાડાયેલા ખર્ચને સરકાર આ લોકોની ભલાઇ માટે વસુલ કરવામાં આવતા ટેક્સ મારફતે કરશે. મોદી સરકારની આ સ્કીમથી કરોડો લોકોને સીધો લાભ થનાર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY