ધર્મ અને વિજ્ઞાાનને જોડી પર્યાવરણ બચાવવાનો પ્રયાસ
રોપાના ઉછેર માટે શપથ પણ લેવાડાવાશે: વડ ૨૪ કલાક ઓક્સિજન આપે છે,વૃક્ષ ઘટાદાર બનતા પક્ષીઓ પણ આવે છે
સુરતમાં વધતા જતાં વાહનોના કારણે પર્યાવરણ સામે મોટો પડકાર ઉભો થયો છે ત્યારે સુરત મ્યુનિ.એ વિજ્ઞાાન અને ધર્મને જોડીને પર્યાવરણ બચાવવા ૨૪ કલાક ઓક્સિજન આપવાની સાથોસાથ પર્યાવરણ માટે ઉપયોગી વડના વૃક્ષની સંખ્યા વધારવા પ્રયાસ હાથ ધર્યો છે. વટસાવિત્રીના રોજ ૫૦૦૦થી વધુ વડના રોપાનું વિતરણ કરાશે અને તેની માવજત માટે પ્રણ લેવડાવાશે.૨૭મી જુને ગાર્ડન વિભાગ દ્વારા વટ સાવિત્રીના દિવસે મહિલાઓ વડની પૂજા કરવા આવશે ત્યારે તેમને વડના રોપાનું વિતરણ કરાશે. શહેરમાં ૨૨ જગ્યાએ વિતરણ થશે. મહિલાઓ પાસે રોપાના ઉછેર માટે શપથ પણલેવડાવાશે.ગાર્ડન વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં કેટલાક વિસ્તારમાં વડની સંખ્યા નહિવત છે. વડ ૨૪ કલાક ઓક્સિજન આપે છે. તેમજ ઘટાદાર વૃક્ષ છે તેથી તેના પર પક્ષીઓ પણ મોટી સંખ્યાં આવે છે. વડના વૃક્ષની સંખ્યાનો વધારો કરવા માટે ધર્મ અને વિજ્ઞાાનને જોડયું છે તેનાથી વડની સંખ્યા વધે તેવી અપેક્ષા છે.
આ સ્થળેથી વડના રોપાનું વિતરણ થશે
સેન્ટ્રલ ઝોન: નાવડી ઓવારા-નાનપુરા, પીપરડી શેરી- સલાબતપુરા, આશાપુરી માતા મંદિર- રુસ્તમપુરા, સૈયદપુરા માર્કેટ
રાંદેર ઝોન: સોમેશ્વર મહાદેવ ગાર્ડન- પાલ, ગંગેશ્રવર મહાદેવ ગાર્ડન, મહાલક્ષ્મી મંદિર, ગાયત્રી મંદિર- મોરાભાગળ, આનંદનગર સોસાયટી- રાંદેર
અઠવા ઝોન: રાધાકૃષ્ણ મંદિર- પીપલોદ, સરોજીની નાયડુ ગાર્ડન, શાંતેશ્વર ગાર્ડન- પાંડેસરા, ઓમકારેશ્વર મહાદેવ મંદિર- ભેસ્તાન
લિંબાયત ઝોન: મહર્ષી આસ્તીક ગાર્ડન- ગોડાદરા
વરાછા ઝોન: મોટા વરાછા લેક ગાર્ડન, રામજી મંદિર ઓવારા- નાના વરાછા, ધરમનગર- ફુલપાડા, વીર ભગતસિંહ ગાર્ડન- વસંતભીખાની વાડી, શ્યામ વાડી- શાંતિકુંજ, ડભોલી લેક ગાર્ડન, કાંસાનગર લેક ગાર્ડન પાછળ, આંબા તલાવડી- કતારગામ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







