ગરુડેશ્વર આશ્રમ શાળા મામલે આશ્રમ શાળા ના અધિકારી ઊંઘતા ઝડપાયા.?!
બાળ સુરક્ષા સમિતિ ની તપાસ માં ચોંંકાવનારી હકીકત બહાર આવતા આક્રોશ
રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર મુકામે આશ્રમ શાળા માં રહેતી માસુમ કન્યાઓ સાથે આચાર્ય એ કરેલ લંપટ લીલા નો મામલો નર્મદા જિલ્લાા માં આદિવાસી વિસ્તાર માં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
જાણકાાર સૂત્રો્રો ના જણાવ્યા મુજબ આ સમગ્ર મામલે આશ્રમ શાળા અધિકારી ઊંઘતા ઝડપાયા હતા કારણકે તેઓ પાસે સુરત અને નર્મદા જિલ્લા નો બેવડો ચાર્જ ઉપરાંત નર્મદા જિલ્લા તકેદારી અધિકારી નો પણ હવાલો છે ત્યારે આમ ઇન્ચાર્જ વહીવટ ના કારણે આ અધિકારી આશ્રમ શાળાઓ ની જરૂરી તપાસ નથી કરી શક્યા અને દુસ્કર્મ જેવા બનાવ બાદ ભાજપ સરકારે રચેલી નર્મદા જિલ્લા બાદ સુરક્ષા સમિતિ એ આશ્રમ શાળા ની મુલાકાત લીધી તેમાં કન્યાઓ માટે સ્નાન ઘર તેમજ શૌચાલય ની પણ સગવડ નથી માટે છાત્રો ને નદી કિનારે જવું પડે છે ત્યારે આ તમામ બાબત આશ્રમ શાળા અધિકારી ના ધ્યાન પર કેમ ન આવી…?!
જોકે મળતી માહિતી મુજબ ત્રણેક વર્ષ દરમિયાન ભાજપ મહિલા અગ્રણી ર્ડો.દર્શનાબેન દેશમુખે ગરુડેશ્વર તાલુકાની ધોબીસલ આશ્રમ શાળા માં ભૌતિક સુવિધા નહિ હોવાનો એક અહેવાલ સરકાર માં મોકલ્યો હતો તેના આધારે પણ આશ્રમ શાળા અધિકારી એ કેમ કોઈ તપાસ હાથ ન ધરી…? આદિવાસી કન્યાઓ સાથે દુસ્કર્મ મામલે જિલ્લા ના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયેલો છે ત્યારે સરકાર નર્મદા જિલ્લા માં તકેદારી વિભાગ અને આશ્રમ શાળા વિભાગ માં ઇન્ચાર્જ ના બદલે નિયમિત અધિકારી ની નિમણુંક કરી ઘનિષ્ટ તપાસ કરાવે તેવી લોકમાંગ છે.
બૉક્ષ: જોકે આ બાબતે અમે આશ્રમ શાળા અધિકારી ગરાસિયા સાહેબનો ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ અન્ય જિલ્લા ના પણ ચાર્જ હોય કદાચ એ વ્યસ્ત હોય શકે જેથી એમણે ફોન ઉપાડ્યો ન હતો ત્યારે એકજ અધિકારી ના માથે સુરત અને નર્મદા જેવા દૂર ના જિલ્લાઓ ના ચાર્જ પરત લઈ સ્વતંત્ર કોઈ એક જિલ્લા નો ચાર્જ અપાય એ આશ્રમ શાળા ની કન્યાઓ અને સુવિધાઓ માટે યોગ્ય રહેશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






