ભરૂચ મુકામે પ.પૂ.શ્રી ગાંડા મહારાજ તથા પ.પૂ. શ્રી રંગ અવધૂત બાપજીની દર્શન મૂર્તિનું અનાવરણ અને લોકડાયરો યોજાશે

0
850

૨૨/૦૨/૨૦૧૮

પ.પૂ. યોગનંદ સરસ્વતી સ્વામી મહારાજ (પ.પૂ. શ્રી ગાંડા મહારાજ) ની ૧૫૦ મી જન્મજયંતી મહોત્સવ વર્ષ તથા પ.પૂ. રંગ અવધૂત બાપજીના અર્ધ શતાબ્દી નિર્વાણવર્ષ ની ઉજવણીના ઉપક્રમે શ્રીદત્તોપાસક પરિવાર, નવાડેરા, ભરૂચ ઘ્વારા શ્રી અભિમુકતેશ્વર મહાદેવ જ્યાં પ.પૂ. ગાંડા મહારાજે ૧૮ વર્ષ સુધી નિવાસ કર્યો તેમજ પ.પૂ. ગાંડા મહારાજ રચિત શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર મરાઠી ગ્રંથ પ્રકાશન કાર્ય માટે પ.પૂ. બાપજીએ (૧૪-૬-૨૮ થી ૨૦-૧૨-૨૮) લગભગ ૬ માસ અને ૭ દિવસ સુધી નિવાસ કર્યો તે પાવન ભૂમિ પર તા. ૧૪-૩-૨૦૧૮ ને ફાગણ વદ બારસ ને બુધવારે સવારે ૧૦-૩૦ કલાકે પ.પૂ. શ્રી ગાંડા મહારાજની દર્શન મૂર્તિનું અનાવરણ શ્રી ગરુડેશ્વર સંસ્થા ના મે. ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્તભાઈ ગવારીકર અને શ્રી ચિંતનભાઈ દેસાઈ તથા પ.પૂ. શ્રી રંગ અવધૂત બાપજીની દર્શન મૂર્તિનું અનાવરણ નારેશ્વર અવધૂત નિવાસ ટ્રસ્ટના મે. ટ્રસ્ટી શ્રી ડો. ધીરુભાઈ જોષી, ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ વ્યાસ અને પ્રસિદ્ધ કથાકાર શ્રી કિરીટભાઈ શાસ્ત્રીજી ના કરકમલો ઘ્વારા સંપન્ન કરવામાં આવશે.

અનાવરણ ની ધાર્મિક વિધિ શાસ્ત્રીજી જયદેવભાઈ પાઠકના આચાર્ય પદે થશે. આપ સર્વે શ્રી દત્ત-રંગ ભક્તો ને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
સ્થળ : શ્રી અભિમુકતેશ્વર મહાદેવ, ભાગાકોટ, ઝૂલેલાલ મંદિર પાસે.

રંગાનુરાગી : શ્રી દત્તોપાસક પરિવાર, ભરૂચ.
સમ્પર્ક:-
શ્રી રાજુભાઇ ઓઝા
૯૮૨૫૨૩૫૧૯૨
શ્રી જીતેન્દ્ર દણાક
૯૮૯૮૦૨૧૦૩૩

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY