પાન કાર્ડ આધાર સાથે લિન્ક ન કરાવ્યું તો ૩૦ જૂન પછી રદ્દ બાતલ થઈ જશે…!!?

0
79

ન્યુ દિલ્હી,તા.૨૦
પાન કાર્ડ સૌથી મહત્વના દસ્તાવેજા પૈકીનું એક છે. ઈન્કમટેક્સ ભરવાથી માંડીને કોઈ પણ સરકારી ઓફિસમાં પાન કાર્ડ ઓળખ માટે માન્ય દસ્તાવેજ ગમઆય છે.પણ સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ૩૦ જુન પછી તમારુ પાન કાર્ડ કચરાપેટીમાં ફેંકી દેવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ સ્થિતિ એવા લોકો માટે સર્જાઈ શકે છે જેમણે પોતાનુ પાન કાર્ડ આધાર સાથે લિન્ક ના કરાવ્યુ હોય.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિન્ક કરવાની તારીખ ચાર વખત વધારી છે. હવે આ માટેની સમય મર્યાદા ૩૦ જૂન રખાઈ છે. જા આ સમય મર્યાદા ના વધારાય અને ત્યાં સુધીમાં કોઈએ પાન કાર્ડ લિન્ક નહીં કરાવ્યુ હોય તો ભવિષ્યમાં તમે તકલીફમાં મુકાઈ શકો છે.
શક્ય છે કે સરકાર પાનકાર્ડ બંધ કરી દે અથવા નિષ્ક્રીય કરી દે. અત્યાર સુધીમાં ૧૧.૪૪ લાખ પાન કાર્ડ સરકાર બંધ કરી ચુકી છે. અત્યારે ભારતમાં ૩૦ કરોડ પાન કાર્ડ ધારકો છે. જેમાંથી ૨૫ ટકા પાન કાર્ડ ધારકોના પાન નંબર આધાર કાર્ડ સાથે લિન્ક થઈ ચૂક્યા છે.
કોઈ પણ વ્યક્તિ www.incometaxindiaefiling.gov.in પર જઈને પોતાનુ પાન કાર્ડ લિન્ક કરાવી શકે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY