અકસ્માતમાં બાળકીનો ભોગ લેનાર ડમ્પરચાલક ઝડપાયો

0
12

અમદાવાદ,
તા.૩/૫/૨૦૧૮

શહેરમાં દિન પ્રતિદિન વાહન અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે.દર એકાદ બે દિવસે પુરઝડપે પસાર થતાં વાહનોની હડફેટમાં આવી જતા રાહદારીઓનાં મોત થયાં છે. વટવા વિસ્તારમાં પુરઝડપે પસાર થઇ રહેલા ડમ્પરની હડફેટમાં ૧૦ વર્ષની માસૂમ બાળકી આવી જતાં તેનું મોત થયું હતું. જેમાં જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ છે.

વટવા ગામમાં રહેતા દશરથભાઇ ધુળાભાઇ ભોઇએ જે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇ કાલે સાંજે તેમની ૧૦ વર્ષની પુત્રી આરતી તેની બહેન સાથે લગ્નની ખરીદી કરવા માટે નીકળી હતી તે સમયે પુરઝડપે પસાર થઇ રહેલા એક ડમ્પર ચાલકે આરતીને હડફેટમાં લીધી હતી. આરતીનાં માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે ડમ્પરચાલક ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ વટવા પોલીસને તેમજ જે ડિવિઝન ટ્રાફિક પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ટ્રાફિક પોલીસે આ મામલે ડમ્પરચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલીક ડમ્પરની નંબર પ્લેટને આધારે લાલાભાઇ ચીમનભાઇ વસૈયાની ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY