ન્યુ દિલ્હી,તા.૨૦
દક્ષિણ કોરિયાએ જણાવ્યું હતું કે ભારત કોરિયાના દ્વીપકલ્પમાં કાયમી શાંતિ સ્થાપવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેણે ઉત્તર કોરિયાને અણુનિઃશસ્ત્રીકરણ ઝડપી બનાવવા માટે સમજાવવા નવી દિલ્હીને વિનંતિ કરી હતી.
કોરિયા પ્રજાસત્તાકનાં નાયબ વિદેશ પ્રધાન એના પાર્કે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇન આગામી મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત લેવાના છે અને તે દરમિયાન તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે શિખરમંત્રણા કરશે.
અગાઉ, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની સિંગાપોરમાંની શિખર મંત્રણામાં ઉત્તર કોરિયાના વડા કિમ જાંગ-ઉને સંપૂર્ણ અણુનિઃશસ્ત્રીકરણની બાંયધરી આપી હતી અને તેના બદલામાં અમેરિકાએ સલામતીની ખાતરી આપી હતી.
કોરિયા પ્રજાસત્તાકનાં નાયબ વિદેશ પ્રધાન એના પાર્કે જણાવ્યું હતું કે કોરિયા દ્વીપકલ્પમાં શાંતિ સ્થાપવા માટે અમે ભારત સહિતના સંપૂર્ણ આંતરરાષ્ટÙીય સમુદાયનો ટેકો ઇચ્છીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે ભારત ઘણો જ મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને તે આંતરરાષ્ટ્રીય અભિપ્રાય નક્કી કરવામાં સારી વગ વાપરી શકે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






