શ્રીનગર,તા.૨૨
જમ્મૂ-કાશ્મીરમાં સર્જાયેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા સૈફુદ્દીન સોઝે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સોઝે કહ્યુ હતું કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રતિ પરવેઝ મુશર્રફના એ નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં તેમણે કહ્યુ હતું કે, જા કાશ્મીરીઓને તક મળે તો કોઈની પણ સાથે જવાના બદલે આઝાદ થવાનું પસંદ કરશે.
સોઝે કહ્યુ હતું કે મુશર્રફે એક દાયકા પહેલા કરેલું નિવેદન આજ પણ અનેક રીતે સાચું ઠરે છે. જાકે, તેમણે કહ્યુ હતું કે, આઝાદી મળવી મુશ્કેલ છે. મારા નિવેદનને પાર્ટી સાથે કોઈ જ લેવાદેવા નથી.
એક જાણીતી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં યૂપીએ સરકારમાં મંત્રી ર અહી ચુકેલા સોઝે પોતાના આવનારા પુસ્તકમાં એ વાત પર ભાર આપ્યો છે કે, કેન્દ્ર સરકારે હુર્રિયત નેતાઓ સાથે ખુલીને વાત કરવી જાઈએ.
સૈફુદ્દીન સોઝે કહ્યુ હતું કે, ૧૯૫૩થી લઈને આજ સુધી જેટલી પણ સરકારો રહી તેમણે કાશ્મીર મુદ્દે કોઈને કોઈ ભૂલ કરી જ છે, તે પછી નેહરૂ અને ઈંદિરા ગાંધીની જ સરકાર કેમ ના હોય. સૈફુદ્દીન સોઝ કાશ્મીદ્ર મુદ્દે એક પુસ્તક લખી રહ્યાં છે, જેનું નામ છે દ્ભટ્ઠજરદ્બૈિઃ ય્ઙ્મૈદ્બpજીજ ર્ક ૐૈર્જંિઅ ટ્ઠહઙ્ઘ ંરી ર્જીંિઅ ર્ક જીંિેખ્તખ્તઙ્મી. આ પુસ્તક આવતા મહિને રિલીઝ થશે.
કોંગ્રેસના નેતાએ કહ્યુ હતું કે, જા કેન્દ્ર કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માંગતુ હોય તો તેને કાશ્મીરીઓ પ્રત્યે એક એવું વાતાવરણ તૈયાર કરવું પડશે જેનાથી તેમને અહેસાસ થાય અને તેઓ વાતચીત કરવા તૈયાર થાય. વાત કરવા માટે હુર્રિયત ગ્રુપ સાથે સૌથી પહેલા વાત કરવામાં આવે અને ત્યાર બાદ અન્ય મુખ્ય પાર્ટીઓ સાથે વાતચીત થાય.
કાશ્મીર મુદ્દે મુશર્રફ-વાજપેયી-મનમોહનના ફોર્મ્યુલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ હતું કે, બંને દેશો વચ્ચે સંબંધો વધવા જાઈએ. અવર-જવર વધવી જાઈએ જ્યારે બંને દેશોના લોકો એકબીજાની નજીક આવશે તો જ વાતચીત શક્ય બનશે. આઝાદ થવાનું પસંદ કર્શે. તેમણે જણાવ્યું હતું કે, પરવેઝ મુશર્રફે ઘણી હદે પોતાના દેશમાં આ પ્રકારનું વાતાવરણ તૈયાર કરી લીધું હતું કે આ એક જ રસ્તો છે જેના દ્વારા શાંતિ સ્થાપિત કરી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





