રાજપીપલા વીજ કંપનીનો અંધેર વહીવટ, વારંવાર વીજ કંપનીના અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો…!!

0
84

ઉનાળો શરુ થતાંજ રાજપીપલામાં ભાટવાડા,દરબાર રોડ,આશાપુરી સહીત ના વિસ્તારોમા વોલ્ટેજ ઓછા વત્તા ની રામાયણ શરુ,વર્ષો જુના ટ્રાન્સફોર્મર માં બદલાવ જરૂરી,ગત વર્ષે પણ ફરિયાદો ઉઠી હતી.

રાજપીપલા :
રાજપીપલા વીજ કંપની ની લુલી કામગીરી થી શહેરીજનો વારંવાર તકલીફ વેઠી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆત થતાંજ રાજપીપલા શહેર માં વોલ્ટેજ ઓછા વત્તા થવાની રામાયણ શરુ થઈ જાય છે જેમાં લોકો ના ઈલેકટ્રીક ઉપકરણો ને નુકશાન થાય છે ,વર્ષો થી લાગેલા ટ્રાન્સફોર્મરો હાલ વધતા ઈલેકટ્રીક સાધનો સામે ઓછી કેપેસીટી ના સાબિત થતા હાલ પડી રહેલી આકરી ગરમી માં ઘણા ઘરો માં એ.સી.,કુલર જેવા વધુ લોડ વાળા સાધનો ચાલતા હોવાથી વિસ્તાર મુજબ લગાડેલા વીજ કંપની ના ટ્રાન્સફોર્મર ની કેપેસીટી ઓછી પડતા વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન ની રામાયણ ચાલુ થઈ જાય છે અને ક્યારેક અમુક વિસ્તાર માં ટ્રાન્ફોર્મર ઓવરલોડ ના કારણે સળગી પણ જાય છે માટે વીજ કંપની દ્વારા આ બાબતે સર્વે કરી યોગ્ય લોડ ના ટર્ન્સફોર્મર ફિટ કરાય એ જરૂરી છે

આ બાબતે રાજપીપલા વીજ કંપનીના હાલના મુખ્ય ઈજનેર એસ .પી.પટેલે જણાવ્યું કે આ ફરિયાદ બાબતે અમે અમુક લાઈન નો લોડ અલગ કર્યો છે જેનાથી ઘણી તકલીફ ઓછી થઈ છે પરંતુ હજુ કોઈ વિસ્તાર માં આ સમસ્યા હશે તો ચોક્કસ દૂર કરીશું,આ વાત કહ્યાંને પણ ઘણા દિવસ થવા છતાં દરબાર રોડ સહિતના અન્ય સમસ્યા વાળા કોઈજ વિસ્તાર માં આ સમસ્યા દૂર થઈ નથી ત્યારે ગ્રાહકો ફરિયાદ કોને કરે ..?!

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY